આપણું ગુજરાત

DRIએ ઉમરગામ GIDCમાંથી ઝડપ્યો 25 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો

વલસાડ: ગુજરાતમાં કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતમાં રાજ્યના સીમાડા સુધી નશાકારક પદાર્થોનો જથ્થો જપ્ત થઈ રહ્યો છે. ગુજરાત જાણે ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોના કાળા કારોબાર માટેનો સિલ્કરુટ બની ગયો હોય તેમ તપાસ એંજસી દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડના ઉમરગામ GIDCમાંથી એક કંપની માંથી 17 કિલોના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

વલસાડ જિલ્લામાં સિન્થેટિક ડ્રગ્સ મેફેડ્રોન બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. 25 કરોડની કિંમતના 17 કિલોના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત અને વાપીની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમોએ બુધવારે ચોક્કસ બાતમીના આધારે એ ઉમરગામ અને વલસાડ જિલ્લાના દેહરી ખાતે GIDCમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

DRIની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ મંગળવારે વલસાડ જિલ્લામાં ઉમરગામ, દેહરી સહિત અનેક સ્થળોએ સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કરીવાહી દરમિયાન વલસાડના ઉમરગામ GIDC વિસ્તારમાં આવેલી મેસર્સ સૌરવ ક્રિએશન્સ નામની ફેક્ટરીમાં સિન્થેટિક ડ્રગ મેફેડ્રોનના ગેરકાયદેસર ઉત્પાદન થતું હોવાનો પર્દાફાશ થયો છે. ડીઆરઆઈએ જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, વલસાડની એક ટીમે ફેક્ટરીમાં મળી આવેલા શંકાસ્પદ સાયકોટ્રોપિક પદાર્થમાં મેફેડ્રોનની હાજરીની પુષ્ટિ કરી હતી.

ક્રિએશન્સ નામની ફેક્ટરીમાં જ મેફેડ્રોનનું ગેરકાયદે ઉત્પાદન કરાતુ હોવાનું કારસ્તાન પકડાયું હતું. આ મેસર્સ સૌરવ ક્રિએશન્સ નામની ફેક્ટરી એકતરફ સાયકોપેટ્રિક મટિરિયલ બનાવતી હતી અને ફેક્ટરીના જ એક ભાગમાં એમડી ડ્રગ્સ બનાવવાનું સેટઅપ ઉભુ કર્યું હતું, તે DRI દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કુલ 17.3 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત થયો છે. જેની બજાર કિંમત આશરે રૂ. 25 કરોડની થાય છે.

Also Read –

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker