Ahmedabadમાં ચાલુ ગરબાએ ફાયરિંગ, સુરક્ષા સામે મોટો પશ્ન
અમદાવાદઃ અમદાવાદમાં ચાલુ ગરબાએ ફાયરિંગની ઘટના બની હોવાના અહેવાલો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોતા ખાતે આવેલા ખૂબ જાણીતા મંડળી ગરબામાં હવામાં ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી છે. આ ઘટના વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ઘટી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સવાર સુધી ગરબા રમો તેવી છૂટ આપી હતી ત્યારે અહીં સવારોસવાર ગરબા રમાતા હતા કે શું તે પણ સવાલ છે. આ સાથે ફાયરિંગ કરનાર સામે પોલીસ ફરિયાદ થઈ કે નહીં તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.
આટલી મોટી વ્યવસ્થા હોય અને હજારો લોકો આવતા હોય ત્યારે આ રીતે કોઈ બંદુક લઈને ઘુસી જાય અને ફાયરિંગ કરે ત્યારે સ્વાભાવિક રીતે સુરક્ષામાં છીંડા દેખાય. અચાનક આ રીતે ગોળીબારીનો અવાજ આવતા હાજર ખેલૈયાઓ ડરી ગયા અને ગરબા બંધ કરી દેવામાં આવ્યા હતા. ફાયરિંગ કરનાર શખ્શને સુરક્ષાજવાનોએ ઘટનાસ્થળેથી ખસેડી દીધો હતો, પરંતુ ત્યારબાદ પોલીસે શું પગલાં લીધા તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
Also Read –