મરણ નોંધ

હિન્દુ મરણ

પરજીયા સોની
અમરેલી વાળા હાલ ફોર્ટ- મુંબઈ સ્વ. કમળાબેન બાબુભાઈ ધનજીભાઈ સતીકુંવર (પટ્ટની)ના સુપુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૭૯) તા. ૮-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પલ્લવીબેનના પતિ. દેવાંગના, ફૂરરત(ચીક્કી), વિક્રમ, જયેશના પિતા. સ્વ. મનુભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. મધુબેન, ભાનુબેન, સ્વ. હંસાબેન, લતાબેન તથા ધનલક્ષ્મીબેનના ભાઈ. રતિલાલ ધાણકના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૦-૨૪ ગુરુવારના ૫ થી ૭. ઘી કે આર કામા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, ૧૩૬ બોમ્બે સમાચાર માર્ગ, લાયન ગેટની સામે, ફોર્ટ, મુંબઈ.

લુહાર-સુતાર
ગામ અમરેલીવાળા હાલ મુલુંડ સ્વ. રતીલાલ વિઠ્ઠલભાઈ પીઠવાના સુપુત્ર દિનેશભાઈ (ઉં.વ. ૬૬) સોમવાર, તા. ૭-૧૦-૨૪ના શ્રીરામચરણ પામ્યા છે. તે સ્વ. ગીતાબેનના પતિ. જીગનેશભાઈ, યોગેશભાઈના પિતા. અશોકભાઈ, વનિતા પ્રકાશભાઈ ડોડીયાના મોટાભાઈ. હસમુખભાઈ કુંવરશીભાઈ પિત્રોડા ગામ હીપાવડલીના બનેવી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૧-૧૦-૨૪ના ૪ થી ૬. ગોપુરમ હોલ, ગોપુરમ પુરુષોત્તમ ખેરાજ એસ્ટેટ, ડો. આર.પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ પશ્ર્ચિમ.

હાલાઇ લોહાણા
વિનોદરાય ગોવીંદજી મોદી (ઉં.વ. ૭૮) મુળ ગામ પોરબંદર તા. ૮-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રીતી રાજેશકુમાર કાનાબાર, નમ્રતા તેજસ મોદી, શીતલ પીયુષ મોદીના કાકા. શુભ, પવિત્રના દાદા તથા શલોની જયેશકુમાર કોઠારીના મામા. લૌકીક વ્યવહાર બંધ છે.

દશા સોરઠીયા વણિક
કાંદિવલી નિવાસી હરેન રાજકોટીયા (ઉં.વ. ૭૨) સ્વ. પુષ્પાબેન નાથાલાલ રાજકોટીયાના પુત્ર. જ્યોતિબેનના પતિ. કૃણાલ તથા મિતિકાના પિતા. ચેતના તથા જય ધ્રુવના સસરા. સુનિલના મોટાભાઈ. જયંતીભાઈ વનમાણીદાસ વિભાકરના જમાઈ, તા. ૭/૧૦/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સી/ ૩૦૮ રાજ રચનાં એપાર્ટમેન્ટ, ઈરાનીવાડી રોડ નં. ૩, કાંદિવલી (વેસ્ટ).

સંબંધિત લેખો

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
રાજકોટ નિવાસી સ્વ. પરસોત્તમભાઈ માવજી ગરાચના ધર્મપત્ની ગં.સ્વ. રમાબેન ગરાચ (ઉં.વ. ૯૨) તે જીવરાજ દયાળજી જાજલ આટકોટની દીકરી. સુરેશભાઈ, બિપીનભાઈ, ભારતી શરદલાલ જોગી, કુંદન દામોદરદાસ પડિયા, વીણા મુકેશકુમાર મણિયારના માતુશ્રી. મનીષા કેતનકુમાર ભુપતરાય પડિયા, ઉમેશ તથા પ્રશાંતના દાદી. રસિકલાલ જેઠાલાલ ગરાચના ભાભી. તે ૮/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી ૧૦/૧૦/૨૪ના ૫ થી ૭. રસિકલાલ જેઠાલાલ ગરાચ ડી/૩૩, પહેલે માળે, રાજભવન, બી વિંગ, અનુપમ સ્વીટની પાછળ, માર્વે રોડ, મલાડ વેસ્ટ.

હાલાઇ લોહાણા
મૂળ ગામ જામદેવરિયા હાલ કાંદિવલી સ્વ. જશુબેન તથા પ્રવીણભાઈ કાકુભાઇ સિમારિયાના પુત્ર રિતેશ (ઉં.વ. ૪૮) તે કામિનીબેનના પતિ. નકુલના પિતા. અમી જયેશભાઈ રૂઘાણીના ભાઈ. ગં.સ્વ. પ્રેમિલાબેન બાબુલાલ જોબનપુત્રાના જમાઈ. સ્વ. સુરેશભાઈ, સરલાબેન, સ્વ. પુષ્પાબેન, રમીલાબેન, વીણાબેનના ભત્રીજા. તા. ૭/૧૦/૨૪ને સોમવાર શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦/૧૦/૨૪ના ગુરુવાર ૧૦:૩૦ થી ૧૨.૦૦. શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, ૧લે માળે, એસ વી રોડ, શંકરમંદિર પાસે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

પરજીયા સોની
વિનોદરાય ગંગારામભાઈ સતીકુંવર ગોહિલ (ઉં.વ. ૮૨) ગામ વાળુકડવાળા શુક્રવાર, તા. ૪/૧૦/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે જયશ્રીબેનના પતિ. સોનલ જીતેન્દ્રકુમાર, હેતલ નિશિતકુમાર, પિંકી અપૂર્વકુમાર, કૌશલ અને જીગરના પિતા. તેજલ અને અર્પિતાના સસરા. જ્વેલ અને આરવીના દાદા. લૌકિક પ્રથા બંધ છે.

વિશા સોરઠીયા વણિક
ઝરીયાવાળા નિવાસી હાલ સાંતાક્રુઝ અંજના શાહ (ઉં.વ. ૭૭) તે સ્વ. જીતેન્દ્ર વલ્લભદાસ શાહના ધર્મપત્ની. હેતલ અને બીજલના માતુશ્રી. નિલેશ અને ડિમ્પલના સાસુ. શૌર્ય, આહાનાના દાદી. સ્વ. રળીયાતબેન નારણદાસ મોદીના સૂપત્રી. તા. ૬/૧૦/૨૪ના રવિવાર શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઇ ભાટીયા
ભાઇ ગીરીશ (ઉં. વ. ૭૪) તે અ. સૌ. સ્વ. જયોત્સનાબેનના પતિ. સ્વ. કેસરબાઇ કરસનદાસ રાયરખીયાના પુત્ર. સ્વ. રાધાબાઇ ગોરધનદાસના જમાઇ. અ. સૌ. જીતા નીલેશના પિતાશ્રી. જશ અને આશીના નાના. વીરમતીબેન, નિરંજનાબેન, મગુંબેન, વસંતબેન તથા હરીબેનના ભાઇ તા. ૮-૧૦-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી બ્રહ્મક્ષત્રિય
મુળ ગામ ગુંદિયાળી હાલે મલાડ નિવાસી ગં.સ્વ. ઊર્મિલાબેન (ઉં. વ. ૮૫) તે સ્વ. ચુનીલાલ પ્રાગજી સોદાગરના ધર્મપત્ની. સ્વ. શાંતાબેન પ્રેમજી (બચુભાઈ) ધાંધાના પુત્રી. ભરત, માયા યશવંત લીયા, તૃપ્તી હિતેશ નિર્મળના માતુશ્રી તથા ભારતીબેનના સાસુજી. ઈશિતા નીલેશકુમાર મહેતા અને નિતીશના દાદી. જય અને પ્રેમના નાની ૭-૧૦-૨૪ને સોમવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૦-૧૦-૨૪ને ગુરુવારે ૪ થી ૫. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, કાઠીયાવાડી ચોક, રાણી સતી માર્ગ, મલાડ (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
જાફરાબાદવાળા મમતા દિનેશ મહેતા (ઉં. વ. ૮૩) મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે મોના, માધવી, સોનલના માતુશ્રી. નિલેશ, મોહિત, હિરેનના સાસુ. પુજન, આકાશ, આયુષના નાની. સ્વ. બાલકિસન, સ્વ. કિસન, સ્વ. મધુ, સ્વ. ઈન્દુબેન, સ્વ. ભાનુબેન, સ્વ. કુસુમબેન, સ્વ. પ્રતિમાબેન, સ્વ. નિરૂબેન, ચિત્રાબેનના ભાભી. સ્વ. ચંપાબેન અમૃતલાલ દોશીના દીકરી. વિનોદીનીબેન, હર્ષદાબેન, ભારતી, સ્વ. કિરણ, નમીતા, ખેતુના બહેન. પ્રાર્થનાસભા અને લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી લોહાણા
કચ્છ ગામ કિડાણા, હાલે મુલુન્ડ ગં.સ્વ. અરુણાબેન અનિલકુમાર મગનલાલ ભીંડેના સુપુત્ર ભાવેશ (ઉં. વ. ૪૫) તે દીપ્તિના પતિ. તે હેમલતા હરીશ વીરજી આડઠક્કરના જમાઈ. નીતિન, ભાવના રાજેશ રાચ્છના ભાઈ. ભવ્યના પિતા. ૮-૧૦-૨૪ મંગળવારના રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

ઘોઘારી લોહાણા
મુંબઈ નિવાસી સ્વ. હર્ષદભાઈ દવાવાળાના ધર્મપત્ની ગં.સ્વ. ગીતાબેન (ઉં. વ. ૭૬) તે ચેતનાબેન, પ્રિતીબેન તથા પૂર્વીબેનના માતુશ્રી. કેતનકુમાર વસાણી, શૈલેષકુમાર સાંઘાણી અને મનિષકુમાર ઠક્કરના સાસુ. જૂનાગઢવાળા સ્વ. વજીબેન બાલુભાઈ ખીરૈયાના દીકરી. પાર્થ અને નમ્રતાના દાદીમા. સોમવાર ૭-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button