નેશનલ

અમદાવાદમાં આજથી ક્રિકેટના મહાસંગ્રામનો પ્રારંભ

*10 દેશ 10 શહેરમાં દોઢ મહિનો રમશે
*ભારતની પ્રથમ મેચ રવિવારે ઑસ્ટે્રલિયા સામે
*અમદાવાદમાં 14 ઑક્ટોબરે પાક સામે ટક્કર
*મુંબઈમાં 15 નવેમ્બરે સેમિફાઇનલ
*અમદાવાદમાં 19 નવેમ્બરે ફાઇનલ

વર્લ્ડ કપ: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ બુધવારે અમદાવાદમાં બંગલાદેશની ટીમના કૅપ્ટન શાકિબ અલ હસન, શ્રીલંકાના દાસૂન શાનાકા, દ. આફ્રિકાના ટૅમ્બા બૉવૂમા, ન્યૂ ઝીલૅન્ડના કૅન વિલિયમ્સન, ભારતના રોહિત શર્મા, પાકિસ્તાનના બાબર આઝમ, ઈંગ્લૅન્ડના જૉ બટલર, ઑસ્ટે્રલિયાના પૅટ કમિન્સ, અફઘાનિસ્તાનના હાશમાતુલ્લા શાહિદી અને નૅધરલૅન્ડ્સના સ્કૉટ ઍડવર્ડે તસવીર ખેંચાવી હતી. (એજન્સી)

અમદાવાદ: આજથી ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપનો અમદાવાદમાં પ્રારંભ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. મેચની શરૂઆત બપોરે બે વાગ્યે થશે. ભારતીય ટીમની નજર ત્રીજી વખત ચેમ્પિયન બનવા પર છે. તેણે 1983 અને 2011માં આ ટાઇટલ જીત્યું હતું.
વર્લ્ડ કપની મેચો ભારતના 10 શહેરોમાં રમાશે. હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઈ, લખનઊ, પૂણે, બેંગલૂ, મુંબઈ અને કોલકાતામાં રમાશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે પાંચ મેચ રમાશે. જેમાં 21 ઑક્ટોબરે ઇંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા, 23 ઑક્ટોબરે અફઘાનિસ્તાન-પાકિસ્તાન, બે નવેમ્બરે ભારત-શ્રીલંકા, સાત નવેમ્બરે અફઘાનિસ્તાન-ઑસ્ટે્રલિયા અને પ્રથમ સેમિફાઇનલ મેચનો સમાવેશ થાય છે. તે સિવાય પૂણેના મેદાનમાં 19 ઑક્ટોબરે ભારત-બંગલાદેશ,
30 ઑક્ટોબરે અફઘાનિસ્તાન-શ્રીલંકા, એક નવેમ્બરે ન્યૂઝીલેન્ડ- દક્ષિણ આફ્રિકા, આઠ નવેમ્બરે ઇંગ્લેન્ડ-નેધરલેન્ડ્સ અને 11 નવેમ્બરે ઑસ્ટે્રલિયા-બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે.
તે સિવાય અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ સહિત પાંચ મેચ રમાશે. જેમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડકપની પ્રથમ મેચ, 14 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન, 4- નવેમ્બરે ઑસ્ટે્રલિયા-ઇંગ્લેન્ડ, 10- નવેમ્બરે દક્ષિણ આફ્રિકા-અફઘાનિસ્તાન અને ફાઇનલ મેચનો સમાવેશ થાય છે.
આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં યોજાશે. 10માંથી ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં જશે. ગત વખતે આ જ ફોર્મેટમાં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજથી વન-ડે વર્લ્ડ કપનો પ્રારંભ થશે. વર્લ્ડ કપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જોકે ટીમ ઇન્ડિયાના પોતાના વર્લ્ડ કપ મિશનની શરૂઆત આઠ ઑક્ટોબરથી કરશે.
ટીમ ઈન્ડિયા આઠ ઑક્ટોબરે ચેન્નઈથી ઑસ્ટે્રલિયા વિરુદ્ધ પોતાના મિશનની શરૂઆત કરશે. આ વર્ષના વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શિડ્યૂલની જાણકારી અહીં આપવામાં આવી છે.
ઑસ્ટે્રલિયા સામે આઠ ઑક્ટોબરે ચેન્નઈમાં પ્રથમ મેચ રમ્યા બાદ ભારતીય ટીમ સીધી દિલ્હી જવા રવાના થશે. જ્યાં તેને 11 ઑક્ટોબરે અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. આ પછી 14 ઑક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર જોવા મળશે. બાદમાં ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે પૂણેમાં બંગલાદેશ સામે ટકરાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઑક્ટોબરે ધર્મશાલામાં મેચ રમાશે. બાદમાં ભારતીય ટીમ 29 ઑક્ટોબરે ઇગ્લેન્ડ સામે લખનઊમાં ટકરાશે. બાદમાં 2 નવેમ્બરે ભારતીય ટીમ મુંબઈમાં શ્રીલંકા સામે રમશે. પાંચ ઑક્ટોબરે ભારતીય ટીમ કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારતીય ટીમની છેલ્લી એટલે કે નવમી મેચ બેંગલૂરુમાં નેધરલેન્ડ્સ સામે રમાશે.
લીગ તબક્કામાં મેચ જીતવા બદલ ટીમને બે પોઈન્ટ મળશે. પોઈન્ટ ટેબલમાં ટોપ-4 પોઝીશનમાં રહેલી ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે. સેમિફાઇનલ 15 નવેમ્બરે મુંબઈ અને 16 નવેમ્બરે કોલકાતામાં રમાશે. સેમિફાઇનલમાં વિજેતા ટીમો વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઇનલ રમાશે.

વર્લ્ડ કપ જીતનારી ટીમને 33.26 કરોડ રૂપિયા અને ઉપવિજેતા ટીમને 16.63 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. સેમિફાઇનલમાં હારનાર દરેક ટીમને 6.65 કરોડ રૂપિયા મળશે. ગ્રૂપ સ્ટેજ સુધી પહોંચનારી તમામ છ ટીમોને 83.23 લાખ રૂપિયા મળશે. ગ્રૂપ સ્ટેજમાં દરેક મેચ જીતવા પર ટીમોને 33.29 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમ 10 મિલિયન ડૉલર (આશરે 83.21 કરોડ રૂપિયા) છે. પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, બેસ્ટ બેટર અને બેસ્ટ બોલરનો ઍવોર્ડ જીતનાર ખેલાડીઓને અલગથી ઈનામી રકમ આપવામાં આવશે.

ભારતીય ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ
8-ઑક્ટોબર: ભારત અને ઓસ્ટે્રલિયા, ચેન્નઈ
11-ઑક્ટોબર: ભારત અને અફઘાનિસ્તાન, દિલ્હી
14-ઑક્ટોબર: ભારત અને પાકિસ્તાન, અમદાવાદ
19-ઑક્ટોબર: ભારત અને બંગલાદેશ, પુણે
22-ઑક્ટોબર: ભારત અને ન્યૂઝીલેન્ડ, ધર્મશાલા
29-ઑક્ટોબર: ભારત અને ઇગ્લેન્ડ, લખનઊ
2- નવેમ્બર: ભારત અને શ્રીલંકા, મુંબઇ
5-નવેમ્બર: ભારત અને સાઉથ આફ્રિકા, કોલકાતા
12-નવેમ્બર: ભારત અને નેધરલેન્ડસ, બેંગલૂરુ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button