વધુ પોષણવાળા ચોખા ફ્રીમાં આપવાનું ચાલુ રખાશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી કાર્યક્રમો સહિત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના સાર્વત્રિક પુરવઠાને જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 સુધી રૂ. 17,082 કરોડના ખર્ચે ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
સમગ્ર દેશમાં એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપને દૂર કરવાના હેતુથી આ પહેલ ખાદ્ય સબસિડી ઘટક હેઠળ કેન્દ્રિય ભંડોળવાળી યોજના તરીકે ચાલુ રહેશે.
ફોર્ટિફાઇડ રાઇસ પહેલ જે પોષણ સુરક્ષા પર વડા પ્રધાનના ફોકસને અનુરૂપ શરૂ થઈ હતી, જાહેર વિતરણ પ્રણાલી (ટીપીડીએસ), સંકલિત બાળ વિકાસ સેવાઓ (આઈસીડીએસ), પીએમપોષણ (અગાઉ મધ્યાહન ભોજન યોજના) અને અન્ય યોજના હેઠળ ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ કરાશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કલ્યાણ કાર્યક્રમો હેઠળ સરકારે ફોર્ટિફાઇડ ચોખાના સાર્વત્રિક કવરેજને સુનિશ્ર્ચિત કરીને માર્ચ 2024 સુધીમાં આ યોજનાના ત્રણ તબક્કાના રોલઆઉટને પૂર્ણ કર્યું.
આ પણ વાંચો :એશિયાના સૌથી મોટા ઈમેજિંગ ટેલિસ્કોપનું કર્યું ઉદ્ધાટનઃ બ્રહ્માંડના રહસ્યો જાણી શકાશે…
આ મંજૂરી નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના તારણોના જવાબમાં આવી છે, જે દર્શાવે છે કે ભારતમાં એનિમિયા એક નોંધપાત્ર સમસ્યા છે, જે વિવિધ વય અને આવક જૂથોના બાળકો, સ્ત્રીઓ અને પુરુષોને અસર કરે છે. ફોર્ટિફાઇડ ફૂડ દ્વારા આ ખામીઓને દૂર કરવાને વૈશ્ર્વિક સ્તરે નિર્ણાયક હસ્તક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતની 65 ટકા વસ્તી માટે ચોખા મુખ્ય આહાર છે તે જોતાં સરકારનું ચોખાને પોષણક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, તે દેશના સૌથી સંવેદનશીલ સમુદાયોની પોષણ પ્રોફાઇલને સુધારવા માટેના નિર્ધારિત અભિગમને પ્રતિબિંબિત કરે છે.