આમચી મુંબઈ

મૉલ અને હોટેલમાં ચાલતાં સેક્સ રૅકેટનો પર્દાફાશ: નવ યુવતી છોડાવાઈ

થાણે: થાણેના મૉલમાં આવેલા સ્પા સેન્ટર અને એક હોટેલમાં રેઇડ કરી પોલીસે બન્ને સ્થળે ચાલતા સેક્સ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે થાઈલૅન્ડની યુવતી સહિત નવ યુવતીને છોડાવી મહિલા સહિત ચાર જણની ધરપકડ કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ થાણેના મૉલમાં આવેલા સ્પા સેન્ટરની કર્મચારીઓ પાસે દેહવેપાર કરાવવામાં આવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે થાણે પોલીસની એન્ટી એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ મંગળવારે સ્પા સેન્ટર પર કાર્યવાહી કરી હોવાનું આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સુનીલ તરમળેએ જણાવ્યું હતું.

આ પ્રકરણે સેક્સ રૅકેટ ચલાવનારી બે મહિલા સહિત ચાર જણ સામે કાપૂરબાવડી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 143 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. સ્પામાં કામ કરતી યુવતીઓ પાસેથી દેહવેપાર કરાવવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં આરોપી તરીકે સ્પાના માલિક સુધાંશુ કુમાર સિંહ તેમ જ કર્મચારી રાહુલ ગાયકવાડ (19)નાં પણ નામ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો :થાણેમાં બહેનની નવજાત દીકરીને ત્યજી દેવા બદલ મહિલાની ધરપકડ

બીજી કાર્યવાહીમાં પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ બુધવારે ચિતળસર-માનપાડા પરિસરની હોટેલમાં રેઇડ કરી હતી. હોટેલમાંથી થાઈલૅન્ડની બે યુવતીને છોડાવાઈ હતી. આ સેક્સ રૅકેટ ચલાવતી થાઈલૅન્ડની જ એક મહિલાની ધરપકડ કરવામાં આવી હોવાનું સિનિયર ઈન્સ્પેક્ટર ચેતના ચૌધરીએ જણાવ્યું હતું.

થાઈલૅન્ડની મહિલાઓને સંડોવતાં સેક્સ રૅકેટ મુંબઈ, લોનાવલા અને ગોવા સહિત અન્ય સ્થળોએ પણ ચાલતાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રકરણે ચિતળસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button