મનોરંજન

ગધેડાને કારણે મુસીબતમાં મૂકાશે Bigg Boss અને Salman Khan?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો બિગ બોસ-18 શરૂ થયાને હજી માંડ 48 કલાક પણ નથી થયા અને આ શોએ વિવાદોનો મધપૂડો છંછેડ્યો છે. પ્રાણીપ્રેમી સંસ્થા પીટા દ્વારા આ શોના એક સ્પર્ધક તરીકે આવેલા એડવોકેટ ગુણરત્ન સદાવર્તે પોતાના પાળેલા ગધેડા સાથે એન્ટ્રી લીધી છે એમની સામે ફરિયાદ કરી છે. એટલું જ નહીં તેમણે આ શોના મેકર્સ સામે આ ગધેડાને પોતાને સોંપવાની માંગણી કરી છે. આવો જોઈએ શું છે આખો મામલો…

આ પણ વાંચો : પતિ સાથે ડિવોર્સ બાદ હવે આ એક્ટ્રેસનું નામ જોડાયું Salman Khan સાથે?

વાત જાણે એમ છે કે આ શોમાં પહેલી જ વખત ગધેડાને પણ એક સ્પર્ધક તરીકે ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ તમામ સ્પર્ધકોને આ ગધેડાનું ધ્યાન રાખવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. સંસ્થા દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ રીતે શો પર પ્રાણીને લાવવું પ્રાણી પ્રેમીઓને પસંદ નથી આવી રહ્યું. સંસ્થા દ્વારા આ ગધેડાને પોતાને સોંપવાની વિનંતી કરતાં જણાવવામાં આવ્યું છે કે આને કારણે પ્રાણીઓ પરનું પ્રેશર તો ઓછું થશે જ પણ એની સાથે સાથે સદાવર્તેના ફેન્સને પણ આનંદ થશે.

સંસ્થાએ આ ગધેડાને રેસ્કયુ કરેલા ગધેડાની સેન્કચ્યુરીમાં શરણ આપવાની વાત કરી છે. ગધેડો એક સામાજિક પ્રાણી છે અને તે પોતાના ઝૂંડમાં રહે એ જ સારું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શોના સ્પર્ધક સદાવર્તે પાળેલા ગધેડાના દૂધનો ઉપયોગ કોઈ રિસર્ચ માટે કરી રહ્યા છે એ બાબતે પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

જોકે, આ પહેલી વખત નથી કે બિગ બોસમાં આ રીતે કોઈ પ્રાણીની એન્ટ્રી કરાવવામાં આવી હોય. આ પહેલાં પણ શો પર શ્વાન, માછલી અને પોપટને કન્ટેસ્ટન્ટ તરીકે લાવવામાં આવ્યા છે. પરંતુ વિવાદ આ જ વખતે ઊભો થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button