Gujarat માં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, આ તારીખે પડશે વરસાદ…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવા અંગેની આગાહી કરી છે. જેમાં અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક લો પ્રેશર સક્રિય થયું છે. લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ભેજ આવશે. ગાજવીજ સાથે હળવા વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
9થી 12 ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી
જેમાં આજે બુધવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 9થી 12 ઓક્ટોબર દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાં પડી શકે છે.
વલસાડમાં હળવા ઝાપટા વરસી શકે છે.
જેમાં 9 ઓક્ટોબરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હળવા ઝાપટા વરસી શકે છે. 10 ઓક્ટોબરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હળવા ઝાપટા વરસી શકે છે. 11 ઓક્ટોબરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હળવા ઝાપટા વરસી શકે છે.જ્યારે 12 ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હળવા ઝાપટા વરસી શકે છે.