નેશનલ

Election Commission એ મલ્લિકાર્જુન ખડગેને કહી સ્પષ્ટ વાત, આવા નિવેદનો અસ્વીકાર્ય

નવી દિલ્હી : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને નિરાશ કર્યા છે. જેના પગલે કોંગ્રેસે હવે હારનું ઠીકરું ચૂંટણી પંચ પર ફોડ્યું છે. જેમાં કોંગ્રસે ચૂંટણી પંચ(Election Commission)પર આરોપ લગાવ્યા હતા. જ્યારે ચૂંટણી પંચે કોંગ્રેસને આજે મળવાનો સમય આપ્યો હતો. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં ચૂંટણી પંચે તેમના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો છે. ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવા માટે પક્ષના પ્રતિનિધિમંડળને મળવા માટે પણ સંમત થયા.

લોકોના લોકશાહીમાં વિશ્વાસને ઠેસ

ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને પત્ર લખ્યો હતો જેમાં વિપક્ષના નેતા દ્વારા હરિયાણાના પરિણામોને અણધાર્યા ગણાવતા નિવેદનોની નોંધ લીધી છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં પંચે જણાવ્યું હતું કે પક્ષના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેરાની ટિપ્પણીઓ વૈધાનિક અને નિયમનકારી ચૂંટણી માળખા વિરુદ્ધની છે. જે લોકોના લોકશાહીમાં વિશ્વાસને ઠેસ પહોંચાડે છે.

આ પણ વાંચો : ઓડિશા પછી હરિયાણાની ચૂંટણીમાં ભાજપ માટે કોણ બન્યું ‘તારણહાર’?

ચૂંટણી પંચે આ પત્રમાં શું કહ્યું?

ચૂંટણી પંચે પત્રમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના અધ્યક્ષનું નિવેદન ચૂંટણી પરિણામો પર પક્ષની ઔપચારિક સ્થિતિ છે તે સ્વીકારીને ચૂંટણી પંચ આજે સાંજે પ્રતિનિધિમંડળને મળવા માટે સંમત થયા છે. ચૂંટણી પંચે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના નિવેદન કે હરિયાણાના પરિણામો અસ્વીકાર્ય છે તે દેશની સમૃદ્ધ લોકશાહીમાં અત્યાર સુધી ક્યારેય સાંભળ્યું નથી તેમજ આ નિવેદન અભિવ્યક્તિની સ્વતંત્રતાનો કાયદેસર ભાગ નથી.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker