નેશનલ

ઓડિશા પછી હરિયાણાની ચૂંટણીમાં ભાજપ માટે કોણ બન્યું ‘તારણહાર’?

નવી દિલ્હીઃ હરિયાણામાં કોંગ્રેસનું સપનું તોડીને ભાજપે જીતની હેટ્રિક નોંધાવી છે. લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં ખરાબ પ્રદર્શન બાદ આ વિધાનસભા ચૂંટણી ભાજપ માટે કપરી લડાઈ હતી. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકજૂથ થઈને પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, જેમાં પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભાજપની ડૂબતી નૈયાને બચાવી હતી. પાર્ટીમાં વાસ્તવમાં કિંગમેકરની ભૂમિકા ભજવી છે.

| Read More: Hariyana results: બે અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપને આપ્યું સમર્થન

લોકસભામાં કોંગ્રેસનું સર્વોત્તમ પ્રદર્શન પછી કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીમાં આંતરિક જૂથવાદ છતાં ભાજપમાં વ્યૂહાત્મક નીતિ સાથે ધર્મેન્દ્ર પ્રધાનની નીતિ કારગર નિવડી છે. એક વર્ષમાં આ બીજી વખત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યની ચૂંટણીમાં ભાજપની સફળતા સુનિશ્ચિત કરી છે. આ અગાઉ, તેમને ઓડિશાની ચૂંટણીની બાગડોર સોંપવામાં આવી હતી, જ્યાં તેમણે જૂનમાં નવીન પટનાયકના બીજુ જનતા દળ (બીજેડી)ને હરાવીને ભાજપની સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશામાં ભાજપ માટે ચૂંટણીનું નોંધપાત્ર નેતૃત્વ કર્યું હતું, જ્યાં તેમણે રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે પક્ષના ઢંઢેરાને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધર્મેન્દ્ર પ્રધાનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વિશ્વાસુ સહયોગી માનવામાં આવે છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી પાર્ટીના નેતૃત્વમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.


કોંગ્રેસની હાર સામે ભાજપે હરિયાણામાં સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત નોંધાવી છે. ભાજપે હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા બેઠકોમાંથી ૪૮ બેઠક જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી, ૧૦ વર્ષની સત્તા વિરોધી લહેરને અવગણીને સફળતાપૂર્વક ચૂંટણીઓનું સંચાલન કર્યું, જ્યારે કોંગ્રેસે ૩૭ વિધાનસભા બેઠક મેળવી.

| Read More: Hariyana results: કૉંગ્રેસ અને આપ સાથે લડ્યા હોત તો શું ભાજપને હેટ્રિક કરતા રોકી શકાયો હોત?

આ એટલા માટે શક્ય બન્યું કારણ કે ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પાર્ટીના હરિયાણા પ્રભારી સતીશ પુનિયા, મહાસચિવ ફણીન્દ્ર નાથ શર્મા, રાજ્યના વડા મોહન લાલ બડોલી, કાર્યવાહક સીએમ નાયબ સિંહ સૈની અને અન્ય લોકોએ પાર્ટી સાથે મળીને ઘણા મહત્વપૂર્ણ અભિયાન ચલાવ્યા હતા. જીત બાદ ભાજપે કહ્યું કે બિન-જાટ અને શહેરી મતદારોએ તેમને મોટી સંખ્યામાં મતદાન કર્યું છે, જેના કારણે ભાજપ હરિયાણામાં સત્તામાં પાછા ફરવામાં સફળ રહ્યું છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે નાયબ સિંહ સૈનીને સીએમ પદના ઉમેદવાર બનાવીને ભાજપ ઓબીસી, ઉચ્ચ જાતિ અને અન્ય મતદારોના મત મેળવવામાં સફળ રહી હતી. ભાજપે ૨૦૧૯ માં ૪૦ બેઠકો અને ૩૭ ટકા વોટ શેરમાં સુધારો કર્યો અને આ વખતે તેણે ૪૮ બેઠકો અને લગભગ ૪૦ ટકા વોટ શેર મેળવ્યા છે.

| Read More: Election Result: હરિયાણામાં કોંગ્રેસે પોતાના પગ પર જ કુહાડી મારી? જાણો હારના 7 કારણો

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ જેટલીએ કહ્યું કે હરિયાણાના ખેડૂતો, સૈનિકો અને કુસ્તીબાજોએ પાર્ટીના વિકાસ અને સુશાસનના એજન્ડા પર ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. હવે આ જીત આગામી મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતની દિશા નક્કી કરશે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે આ જીત હરિયાણાના ત્રણ કેન્દ્રીય મંત્રીઓ મનોહર લાલ ખટ્ટર, રાવ ઈન્દ્રજીત અને કૃષ્ણ પાલ ગુર્જર માટે પણ એક મોટી ઉપલબ્ધિ છે, જેમણે પોતપોતાના વિસ્તારમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button