સ્પોર્ટસ

પહેલી બે મૅચ માટેની ટીમમાં મોહમ્મદ શમીનો ભાઈ સામેલ છે, પણ ખુદ શમીનું નામ નથી!

કોલકાતા: ભારતની હાલમાં બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ ચાલે છે જેની બુધવારની બીજી મૅચ બાદ છેલ્લી મૅચ શનિવાર, 12મી ઑક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. દરમ્યાન ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ ફુલ-ફ્લેજમાં શરૂ થવાનો સમય પણ નજીક આવી ગયો છે. પ્રતિષ્ઠિત રણજી ટ્રોફીની પ્રથમ મૅચ 11મી ઑક્ટોબરે રમાશે અને બેંગાલે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. પહેલી બે મૅચ માટેની 19 ખેલાડીની સ્ક્વૉડમાં પીઢ વિકેટકીપર વૃદ્ધિમાન સાહાનું નામ છે, પણ પેસ બોલર મોહમ્મદ શમીનું નામ નથી.

| Read More: Hardik Pandyaનો આ સ્વેગ તો નહીં જ જોયો હોય, આને કહેવાય કોન્ફિડન્સ…

હા, ત્રીજી મૅચથી ટીમમાં ફેરફારો જોવા મળી શકશે. બેંગાલની ટીમમાં મોહમ્મદ શમીનું નામ નથી. શમી છેલ્લે 2023ની 19મી નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો ત્યાર પછી અનફિટ હોવાને કારણે કોઈ પણ પ્રકારની મૅચમાં નથી જોવા મળ્યો. ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણી બાદ ભારતીય ટેસ્ટ ટીમ ઑસ્ટ્રેલિયા જશે અને એ પહેલાં શમી હવે તો રમતો જોવા મળશે જ એવી આશા હતી, પરંતુ બેંગાલ ક્રિકેટ અસોસિયેશને પહેલી બે મૅચ માટેની ટીમમાં શમીને સામેલ નથી કર્યો.


નવાઈની વાત એ છે કે આ ટીમમાં મોહમ્મદ શમીનો ભાઈ મોહમ્મદ કૈફ છે, પણ શમી નથી. રણજી ટ્રોફીમાં બેંગાલની ટીમની પહેલી મૅચ લખનઊમાં ઉત્તર પ્રદેશ સામે રમાશે. ભારતીય ટીમનો પેસ બોલર મુકેશ કુમાર બેંગાલ વતી રમી ચૂક્યો છે, પણ તેનું નામ પણ પ્રથમ બે મૅચ માટેની ટીમમાં નથી. તેના જેવા જ નામનો લેગ-સ્પિનર (મુકેશ કુમાર) હિમાચલ પ્રદેશનો છે અને ગઈ સીઝનથી બેંગાલ વતી રમે છે. તેનું નામ 19 ખેલાડીઓની સ્ક્વૉડમાં છે. વિકેટકીપર વૃદ્ધિમાન સાહાએ ત્રિપુરા પછી બેંગાલમાં વાપસી કરી છે. તેણે થોડા સમય પહેલાં ઇચ્છા બતાવી હતી કે તે બેંગાલ વતી રમીને ડોમેસ્ટિક ક્રિકેટને ગુડબાય કરવા માગે છે. બેંગાલની ટીમમાં વધુ એક વિકેટકીપર અભિષેક પોરેલનો પણ સમાવેશ છે.

| Read More: Cricket Updates: હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં નં.1 ઓલ રાઉન્ડર બની શકે છે! ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ

બેંગાલની રણજી ટીમ:
અનુસ્તુપ મજુમદાર (કૅપ્ટન), વૃદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિષેક પોરેલ (વિકેટકીપર), સુદીપ ચૅટર્જી, અભિમન્યુ ઈશ્ર્વરન, રિતિક ચૅટર્જી, શાહબાઝ અહમદ, આકાશ દીપ, આમિર ગની, સુદીપ કુમાર ઘરામી, અવિલિન ઘોષ, સૂરજ સિંધુ જયસ્વાલ, મોહમ્મદ કૈફ, મુકેશ કુમાર, પ્રદીપ્તા પ્રામાણિક, રિશવ વિવેક, રોહિત કુમાર, શુવમ ડે અને યુધાજીત ગુહા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button