આમચી મુંબઈમહારાષ્ટ્ર

હરિયાણાના પરિણામોએ ‘મહાયુતિ’માં આપ્યું મોટું જોમ કે બીજું કાંઈ….

મુંબઈ: હરિયાણામાં મળેલા ઝળહળતા વિજય બાદ મહારાષ્ટ્રમાં વિપક્ષો દ્વારા એ જ દિવસે નિવેદનો આવવાના શરૂ થઇ ગયા હતા ત્યારે હવે સત્તાધારી પક્ષ મહાયુતિએ પણ આ વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. હરિયાણાના પરિણામોની સકારાત્મક અસર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર પણ ચોક્કસ થશે એવો વિશ્વાસ મહાયુતિએ વ્યક્ત કર્યો હતો.
મુંબઈમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન શિંદે જૂથની શિવસેનાના નેતા શંભુરાજ દેસાઇએ જણાવ્યું હતું કે અમે ઉમેદવારોની પસંદગી તેમ જ બેઠકોની વહેંચણી માટે પોતાનું હોમવર્ક કરી લીધું છે.

આ દરમિયાન તમામ 288 બેઠકો માટે વિધાનસભા સમન્વયકોની યાદી પણ બહાર પાડવામાં આવી હતી. આ તમામ સમન્વયકોને બૂથ-લેવલ પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે. હરિયાણાના પરિણામો વિશે વાત કરતા દેસાઇએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં હરિયાણાના પરિણામોની સકારાત્મક અસર ચોક્કસ જોવા મળશે.

આ પણ વાંચો : હરિયાણાનાં ચૂંટણી પરિણામોની MVA પર અસર: રાઉતે કોંગ્રેસની ટીકા કરી…

બુધવારે જાહેર કરવામાં આવેલા હરિયાણા ચૂંટણીના પરિણામોમાં ભાજપ વિજયી સાબિત થયો હતો. સતત ત્રીજી વખત ભાજપ હરિયાણામાં સત્તામાં આવ્યો છે. જોકે આ પત્રકાર પરિષદમાં બેઠકોની વહેંચણી તેમ જ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે, તેવી અપેક્ષા હતી. આ વિશે વાત કરતા દેસાઇએ જણાવ્યું હતું કે બેઠકોની વહેંચણીના મુદ્દાને લઇને મહાયુતિના પક્ષોમાં કોઇપણ ખેંચતાણ નથી. અમે એકજૂથ થઇને પૂરી તાકાત સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરીશું.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker