Bhoolbhulaiyaa-3ના ટ્રેલરમાં સરપ્રાઈઝઃ વિદ્યા બાલન સાથે આ હીરોઈન પણ ડરાવશે દર્શકોને
દિવાળીમાં બે ફૂલ ટુ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ દર્શકો માટે મનોરંજનના ફટાકડા લઈને આવ્યા છે ત્યારે સિંઘમ અગેઈનના દમદાર ટ્રેલર બાદ હવે ભૂલભૂલૈયા-3નું ટ્રેલર પણ લૉંચ થયું છે. બન્ને મેઈન સ્ટોરીની સિક્વલ ફિલ્મ છે અને અગાઉની ફિલ્મોએ જોરદાર કમાણી કરી છે ત્યારે હવેની સિક્વલ ધમાકો કરશે તેમ જણાઈ છે. બન્ને ફિલ્મોને દિવાળીની રજાનો લાભ પણ મળશે.
અહીં તમને જાણવું ગમશે કે ભૂલભૂલૈયાના નિર્માતાઓએ ટ્રેલરમાં દર્શકો માટે એક સરપ્રાઈઝ પણ આપી છે. રૂહ બાબા તરીકે કાર્તિક આર્યન છે અને તેના લેડી લવ તરીકે તૃપ્તી ડિમરી છે. જ્યારે મંજૂલિકા તરીકે પહેલી ફિલ્મની હીરોઈન વિદ્યા બાલન તો દર્શકોને ડરાવી જ રહી છે. પરંતુ સાથે તેટલી જ પ્રતીભાશાળી બીજી અભિનેત્રી પણ મંજૂલિકાના પાત્રમા છે. આ બન્ને મળી રૂહ બાબાને કન્ફ્યુઝ કરે છે કે ખરી મંજૂલિકા કોણ છે. આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ ધકધક કરી લોકોના હૈયા ડોલાવતી માધુરી દિક્ષિત છે. અત્યાર સુધી ફિલ્મની જેટલી પણ ચર્ચા થઈ છે તેમાં માધુરીનું નામ ક્યાંય લેવાયું નથી.
અગાઉની ફિલ્મમાં તબ્બુ મંજૂલિકા તરીકે હતી અને આ ફિલ્મમાં ફરી વિદ્યા રૂહ બાબાની પરીક્ષા લેવા આવી જાય છે, પણ સાથે માધુરી પણ છે અને બન્ને દર્શકોને ડરાવવાની સાથે મોજ કરાવશે.
આ પણ વાંચો : Bhool Bhulaiyaa 3ની રિલિઝ પહેલા આ મંજૂલિકા ક્યાંથી આવી? જેને જોઈને તમે…
જ્યારે ત્રીજી હીરોઈન તૃપ્તીના ભાગે લવ સિન્સ આપવા સિવાય અને ગીતો ગાવા સિવાય ખાસ કંઈ હાથમાં આવ્યું હોય તેમ લાગતું નથી. હવે ફિલ્મ રિલિઝ થાય ત્યારે ખબર પડે કે માધુરી અને વિદ્યામાંથી અસલી મંજૂલિકા કોણ છે.