ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

200 વર્ષ બાદ દશેરા પર બની રહ્યો છે આ શુભ યોગ, આ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period

આ અગાઉ પણ આપણે અનેક વખત વાત કરી ચૂક્યા છીએ કે અલગ અલગ ગ્રહો ગોચર કરીને વિવિધ યોગોનું નિર્માણ કરે છે અને આ યોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. હાલમાં નવલા નોરતા ચાલી રહ્યા છે અને હવે નોરતા પૂરા થતાં જ દશેરા પર આ વખતે 200 વર્ષ બાદ ખાસ યોગ બની રહ્યો છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કયો છે આ ખાસ યોગ અને એને કારણે કઈ રાશિના જાતકોને તેનો વિશેષ લાભ થઈ રહ્યો છે.

આ વખતે દશેરા 12મી ઓક્ટોબરના ઊજવવામાં આવશે અને આ દિવસે લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. દશેરા પર આ યોગ પૂરા 200 વર્ષ બાદ બની રહ્યો છે. તમારી જાણ માટે કે બુધ અને શુક્રની યુતિથી આ રાજયોગનું નિર્માણ થાય છે. આ યોગ બનવાને કારણે અમુક રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે, કરિયરમાં સફળતા મળી રહી છે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે-

તુલાઃ

Trigrahi Yog is happening, Golden Period will start for these three zodiac signs...

તુલા રાશિના જાતકો માટે દશેરા પર બની રહેલો આ યોગ વ્યક્તિત્વમાં નિખાર લાવવાનું કામ કરશે. આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી નિર્ણયક્ષમતાની પ્રશંસા થશે. વેપારમાં પણ મનચાહ્યો નફો થઈ રહ્યો છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. પાર્ટનરશિપમાં કરેલાં કોઈ પણ કામમાં ફાયદો થઈ રહ્યો છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવશે.

આ પણ વાંચો :આજનું રાશિફળ (09-10-24): આ ત્રણ રાશિના જાતકોને આજે વેપારમાં થશે મનચાહ્યો નફો, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…

મકરઃ

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

મકર રાશિના જાતકો માટે આ યોગ અનુકૂળ પરિણામો લઈને આવશે. આ દરમિયાન તમને વેપાર-ધંધામાં નફો થશે. વેપારમાં પ્રગતિ થતાં તમારું મન પ્રફુલ્લિત રહેશે. કોઈ નવું કામ સરૂ કરવા માટે એકમ અનુકૂળ સમય છે. નોકરી શોધી રહેલાં લોકોને કે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને કામના સ્થળે કોઈ નવી જવાબદારી સોંપવામાં આવશે.

કુંભઃ

આ રાશિના જાતકો માટે લક્ષ્મીનારાયણ રાજયોગ શુભ પરિણામ લઈને આવશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. બિઝનેસમાં રોકાણ વધારવા ઈચ્છતા લોકો માટે અનુકૂળ સમય છે, આ રોકાણથી આગળ જતાં લાભ થશે. ધાર્મિક કે મંગળ કાર્યમાં ભાગ લેવાનો મોકો મળશે. વિદેશયાત્રાના યોગ બની રહ્યા છે, આ યાત્રા તમારા માટે લાભદાયી રહેશે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker