ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ કરાવાઈ શ્રી Ram Janmabhoomiની સ્ટેમ્પ

ભુજ: રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભુજ શહેરની વડી ટપાલ કચેરી ખાતે ફિલાટેલી પર યોજાયેલા સેમિનારમાં અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ અંગેની મુકવામાં આવેલી અદભુત સ્ટેમ્પ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ડિપાર્ટમેન્ટ ઑફ પોસ્ટ ઇન્ડિયા દ્વારા 7 ઑક્ટોબરથી આગામી 11મી ઑક્ટોબર સુધી રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગત 8મી ઓક્ટોબરના રોજ ફિલાટેલી ડે નિમિત્તે ભુજ હેડ પોસ્ટ ઑફિસના પરિસરમાં ફિલાટેલી વિષયક સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં ફિલાટેલી પ્રમુખ નારણ ગામી, સેક્રેટરી દિનેશ મહેતા, સભ્ય અશોક માંડલિયા, જગદીશ સોની, નીતિન હરીસીયાણી સહિતનાઓએ ભાગ લીધો હતો.
પોસ્ટ માસ્ટર યુનુસ ભેપોત્રા, ડેપ્યુટી પોસ્ટ માસ્તર જગદીશ ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમિનારમાં અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર પર ખાસ સ્ટેમ્પ અને ફ્રેમ મૂકવામાં આવી હતી. હેડ પોસ્ટ ઓફિસમાં આવી ૫૦ સ્ટેમ્પ ઉપલબ્ધ કરાવાઇ છે. લોકોને માત્ર સ્ટેમ્પ રૂ.100માં અને આકર્ષક ફ્રેમ સાથેની સ્ટેમ્પ રૂ. 500ના ભાવે આપવામાં આવી રહી હોવાનું પોસ્ટ માસ્ટર યુનુસ ભેપોત્રાએ જણાવ્યું હતું.
Also Read –