મનોરંજન

જ્યારે આ કારણે Jaya Bachchanએ Rekhaને મારી દીધો લાફો, આવું હતું બિગ બીનું રિએક્શન…

બોલીવૂડમાં જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને રેખાનું લવ ટ્રાયેન્ગલ ખૂબ જ જાણીતું છે અને વર્ષો બાદ આજે પણ લોકો આ પ્રણય ત્રિકોણની વાતો સાંભળીને એકદમ રોમાંચિત થઈ ઉઠે છે. આજે આપણે આવા જ એક કિસ્સા વિશે વાત કરીશું, જેમાં જયા બચ્ચને રેખાને લાફો મારી દીધો હતો બિગ બીએ આપેલું રિએક્શન જોવા લાયક હતું. આવો જોઈએ શું છે કિસ્સો…

| Also Read: Amitabh Bachchanને માટે Jaya Bachchanએ કહ્યું કે એ કંઈ મારા…

રેખા અને બિગ બીના અફેયરની ચર્ચા તો જગજાહેર હતી અને પરંતુ બાદમાં બિગ બીએ જયા બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા. જયા સાથેના લગ્ન બાદ પણ અમિતાભ અને રેખા વચ્ચે વાતચીતનો સંબંધ હતો. ફિલ્મના સેટ પર રેખા અને બિગ બી સારો એવો સમય સાથે પસાર કરતાં હતા અને જયા એ તમામ પ્રયાસો કરતાં કે કઈ રીતે રેખા અને બિગ બી એકબીજાથી દૂર રહે. પરંતુ ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ રેખા અને બિગ બીને જોડીને કાસ્ટ કરવામાં ઈન્ટ્રેસ્ટેડ હતા.

ટીટો ટોની ફિલ્મ રામ-બલરામમાં રેખા અને બિગ બીને કાસ્ટ કરવા માંગતા હતા પરંતુ જયાએ પ્રોડ્યુસરને કહ્યું કે બિગ બીની સામે જિન્નત અમાનને સાઈન કરવામાં આવે. રેખાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ફિલ્મમાં ફ્રીમાં કામ કરવાની ઓફર આપી અને જ્યારે ટોચની એક્ટ્રેસ પોતાની ફિલ્મમાં ફ્રીમાં કામ કરવાની ઓફર આપે તો કયો પ્રોડ્યુસર કે ડિરેક્ટર ના પાડે?

બસ પછી તો પૂછવું શું એક દિવસ જયા બચ્ચન ફિલ્મના સેટ પર પહોંચી ગયા અને તેમણે રેખા અને બિગ બીને એકબીજા સાથે વાત કરતાં જોયા. આ જોઈને જયા બચ્ચનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે બધાની સામે જ રેખાને લાફો મારી દીધો. આ જોઈને સેટ પર હાજર તમામ લોકો દંગ રહી ગયા. બિગ બીને પણ આ જોઈને ગુસ્સો આવ્યો અને તેઓ પણ સેટ પરથી નીકળી ગયા હતા.

| Also Read: Rekhaએ Bachchan પરિવારના આ સદસ્યને પત્ર લખીને કહી એવી વાત કે જે વાંચીને બચ્ચન પરિવાર…

બિગ બીને લઈને રેખા અને જયા વચ્ચે હંમેશાથી જ એક અટંસ જોવા મળે છે. બંને જણ જાહેરમાં પણ એકબીજાની સામે આવવાનું ટાળે છે અને એક ખટાશ તેમના સંબંધોમાં આજે પણ જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button