ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

કચ્છી ચોવક: પ્રમાણે ભોગવે જ છૂટકો! ચોવકની શિખામણ

-કિશોર વ્યાસ

એક વિધાતા જ એવી હોય છે કે, જે કોઈને કાંઈ એક સરખું આપતી નથી. દરેક વ્યક્તિએ તેના લખેલા લેખ મુજબ જ ભોગવવાનું હોય છે, તેવા સંદર્ભમાં જ એક કચ્છી ચોવક પણ પ્રચલિત છે: “લાંણ સૈં લપણ અહીં જે પ્રથમ શબ્દ ‘લાંણ’ પ્રયોજવામાં આવ્યો છે, તેનો અર્થ થાય છે: લ્હાણી. બીજો શબ્દ છે ‘સૈં’ એટલે સરખું હે સમાન અને ‘લપણ’નો અર્થ થાય છે: થપ્પડ! શબ્દાર્થ જોવા જઈએ તો તેનો અર્થ થાય છે: થપ્પડ! શબ્દાર્થ જોવા જોઈએ તો તેનો અર્થ એવો થાય છે કે: લ્હાણીમાં જો બધાને થપ્પડ પણ મળતી હોય તો, સમાન છે અને તેને સન્માનથી સ્વીકારી લેવી જોઈએ. થપ્પડ તો થપ્પડ પણ તેનો માર સહન કરી લેવો જોઈએ! પણ ભાવાર્થ એવો થાય છે કે: ભાગ્ય પ્રમાણે દરેકે ભોગવવું પડતું હોય છે! કોઈને કોઈ કામ સોંપ્યું હોય અને તેણે બરાબર ન કર્યું હોય તો ગુજરાતીમાં કહેવત છે કે, ‘પગે કમાડ વાસવાં પણ એજ અર્થમાં ચોવકનો પ્રયોગ આ રીતે થાય છે: “લાલી લૂગ઼઼ડા, ધૂતેં તે઼ડા ન ધૂતેં અહીં ચોવકમાં જે ‘લાલી’ શબ્દ પ્રયોજાયો છે તે પ્રતીકાત્મક છે.

| Also Read: સાયબર સાવધાની : સાયબર સર્જિકલ સ્ટ્રાઈકનો વિચાર ઉમદા પણ પરિણામ?

ઘણી વાર ઘરમાં દીકરી કે બહેનને આપણે વ્હાલથી ‘લાલી’ શબ્દથી બોલાવતા હોઈએ છીએ.. હા, એ જ આ લાલી! ‘લૂગ઼ડા’ એટલે કપડાં અને ‘ધૂતેં’નો અર્થ થાય છે: ધોયાં. ‘તે઼ડા’ એટલે તેવાં અને ‘ન ધૂતેં’ એ બે શબ્દોના સમૂહનો અર્થ થાય છે: ન ધોયાં. વપરાયેલા શબ્દો મુજબ તેનો અર્થ થાય છે: લાલીએ કપડાં ધોયાં તેવાં ન ધોયાં! મતલબ કે કપડાં ધોવા બરાબર ન ધોયાં! નામ લાલીનું લઈને ચોવક એમ કહેવા માગે છે કે, ‘કોઈને સોંપેલું કાર્ય ન થવા બરાબર થયું! એટલે કે જેવું થવું જોઈએ તેવું ન થયું! સોંપેલાં કાર્ય તો તરત જ અને ચીવટ પૂર્વક થવાં જોઈએ. તેના માટે પણ ચોવક છે: “લાગી ને ધાગ઼ી અહીં જે ‘ધાગી’ શબ્દ પ્રયોજાયો છે તેનો મૂળ શબ્દ ‘ધાગણ’ છે. જેનો અર્થ થાય છે દાગવું તે! બંદૂકની ગોળી દાગવી કે તોપનો ગોળો દાગવો! ‘લાગી’નો કચ્છીમાં મૂળ શબ્દ ‘લાગ઼’ હોય તેવું જણાય છે.

| Also Read: તસવીરની આરપાર: ભંગેશ્ર્વર મહાદેવ મંદિરે સાચુકલા શંકર-પાર્વતીનાં વિવાહ થયા…!

શબ્દાર્થ એવો થાય કે, કામ તો જેવું સોંપવામાં આવે એટલે બનતી ત્વરાએ તે શરૂ કરી દેવું જોઈએ, જેમ તોપને દાગવાથી ગોળો છૂટે તેવી ઝડપથી! શબ્દાર્થ અને ભાવાર્થમાં ભેદ ન હોવાનું સમજાય છે. તરત કામ શરૂ કરી દેવું એ જ ભાવાર્થ જળવાઈ રહે છે. આપણે કોઈ કામ કરતાં હોઈએ અને તેમાં કોઈ વિક્ષેપ કરે તો ચોવક કહે છે: “લંભ મેં ટાંઢો બહુ નાની અને સુંદર ચોવક છે, મિત્રો! ‘લંભ’ એટલે સૂકું ઘાસ, ‘મેં’ એટલે માં અને ‘ટાંઢો’ એટલે તણખો! મતલબ કે, સૂકા ઘાસમાં આગનો તણખો પડવો! એટલે કે, કામમાં વિક્ષેપ નાખવો. એક બીજી પણ અર્થ સમજવાની મજા આવે તેવી ચોવક છે: “લડ કાં છડ ‘લડ’ એટલે ‘અહીંથી’ જા અને ‘છડ’ એટલે છેડો મૂક! કોઈ બાબતે વિવાદ જ્યારે પરાકાષ્ઠા પર પહોંચ્યો હોય ત્યારે કોઈ ડાહી વ્યક્તિ વિવાદ વધારનારને એવી સલાહ આપે છે કે, કાંતો તું દલીલો છોડ અને કાંતો તું હવે અહીંથી ‘લડ’ એટલે કે જા… કારણ કે નિર્ણય પર આવવું જરૂરી છે… બસ ચોવક એજ વાત કહેવા માગે છે:

| Also Read: અલખનો ઓટલો : નિર્મળદાસજીની વાણી

નિર્ણય પર આવવું! એક ચોવક છે: “લગ઼ો ત તીર નિકાં તુકો ગુજરાતીમાં પણ આપણે કહેતા હોઈએ છીએં કે, “લાગ્યું તો તીર નહીં તો તુક્કો. ‘લગ઼ો’ એટલે લાગ્યું (નિશાના પર) ‘ત’ એટલે તો, ‘નિકાં’ એટલે નહીંતર કે નહીં તો… મતલબ કે, કોઈ પ્રાપ્તિ માટે કે સફળતા મેળવવા માટે કેવા પ્રયાસો કરવા તેની સમજ ન પડતી હોય ત્યારે ‘અંધારામાં તીર છોડવા’ જેવા પ્રયાસ કરવા તરફનો નિર્દેશ ચોવક કરે છે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker