નેશનલ

દુર્ઘટના ટળી! બિહારમાં તૂટેલા પાટા પરથી ટ્રેન પસાર થઇ, અધિકારીઓ દોડતા થયા

પટના: છેલ્લા ઘણા સમયથી દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની અને ટ્રેન ઉથલાવવાના પ્રયાસોની ઘટનામાં વધારો નોંધાયો છે. એવામાં બિહારમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ, અહેવાલ મુજબ મુસાફરોને લઈ જતી વૈશાલી એક્સપ્રેસ (Vaishali Express) તૂટેલા પાટા પરથી પસાર થઈ હતી, આ ઘટનાની જાણ અધિકારીઓના મોડેથી થઇ. સદનસીબે ટ્રેનને કોઈ નુકસાન થયું ન હતું. આ ઘટનાની જાણ થતા અધિકારીઓ દોડોતા થઇ ગયા હતાં.

મળતી માહિતી અનુસાર બેગુસરાઈ-ખાગરિયા રેલવે સેક્શન પર દાનૌલી ફુલવારિયા અને લાખો સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક તૂટી ગયો હતો. રેલ્વે ફાટક નંબર 41 પાસે આવેલા કિલોમીટર નંબર 154/5-7માં રેલ્વે ટ્રેકમાં તિરાડ પડી હતી, જેની કોઈને જાણ ન હતી અને મુસાફરોથી ભરેલી વૈશાલી એક્સપ્રેસ ટ્રેન આ તૂટેલા ટ્રેક પરથી પસાર થઈ ગઈ હતી.

સદ્નસીબ છે કે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. જોકે, અધિકારીઓને ટ્રેકમાં તિરાડ હોવાની માહિતી મળતાં જ આ રૂટ પરની ટ્રેનોનું સંચાલન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું. લગભગ અડધો કલાક સુધી આ રૂટ ખોરવાઈ ગયો હતો.

વૈશાલી એક્સપ્રેસ ટ્રેન પસાર થયા બાદ તે જ ટ્રેક પરથી પસાર થતી તિનસુકિયા-રાજેન્દ્ર નગર એક્સપ્રેસ ટ્રેનને લાલ ઝંડી બતાવીને રોકી દેવામાં આવી હતી. આ સાથે રાજ્યરાણી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો વિવિધ સ્ટેશનો પર ઉભી રહી હતી. ટ્રેક બદલાયા બાદ તમામ ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button