રિયલ એસ્ટેટ, શૅરબજાર, સોનું અને બોલીવૂડ આ ચાર ક્ષેત્રમાં રાતોરાત અબજોપતિ-કરોડપતિ થવાનાં સપનાં જોઈને અવનારાઓમાંથી ઘણાંને ફૂટપાથ પર આવી જતા વાર લાગતી નથી. કોઈ પણ ધંધા-વ્યવસાયને પૂરેપૂરો જાણ્યા સમજ્યા અને એનો થોડોઘણો અનુભવ લીધા વગર મોટેપાયે મૂડીરોકાણ કરવામાં માત્ર જોખમ નથી, ભયંકર અને નિશ્ર્ચિત જોખમ છે.
આજકાલ ઘણાં ગોલ્ડ ટ્રેડિંગ એટલે કે સોનાની લે-વેચમાં રચ્યાપચ્યા રહે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાહ અને રાજકારણને સમજ્યા વગર માત્ર કોઈના કહેવાથી આવા ધંધામાં ઝંપલાવવા બદલ ખૂબ મોટી કિંમત ચૂકવવાનો વારો આવી જતા વાર ન લાગે… મુંબઈના એક અતિશિક્ષિત પ્રોફેશનલને રાતા પાણીએ રડવાનો વારો આવ્યાનો કરુણ કિસ્સો સાયબર પોલીસને ચોપડે નોંધાયો હતો. આ ભાઈને ન જાણે કોણે બુલિયન્સ કલબ ૧૯૮ના વોટ્સએપ ગ્રૂપમાં સામેલ કરી દીધા. આ ગ્રૂપના એડમિન તરીકેની વ્યક્તિએ પોતે સુપ્રીમ કોર્ટના વકીલ હોવાનો દાવો કર્યો હતો. પોતાની ઓળખ રોહિત શર્મા તરીકે આપી હતી. આ ગ્રૂપમાં કોઈની પણ દાઢ સળકી જાય અને લાળ ટપકવા માંડે એવા મેસેજ આવતા હતા.
ઈન્ટરનેશનલ ગોલ્ડ ટ્રેડિંગમાં સામેલ થઈને અધધ ૩૦૦ ટકાથી લઇને અકલવ્ય-અસંભવ ૧૦૦૦ ટકા નફો મેળવી આપવાનો દાવો કરાતો હતો. આ ભાઈ વિચારમાં પડી ગયા. ગ્રૂપમાં અન્ય મોટા-સન્માનજનક નામ હોવાનું જોયું અને એમને વિશ્ર્વાસ બેસી ગયો. તેમણે રોકાણ કરવાનું મન બનાવી લીધું આને પગલે એડમિન રોહિત શર્માએ એક લિન્ક મોકલી. એ ડાઉનલોડ કરતાં જ એમાં સોનાની લે-વેચ થતી હોવાનું દેખાઈ આવ્યું. આપણા ભાઈઓ શરૂઆતમાં નાની રકમનું રોકાણ કર્યું. એમાં નફો દેખાયો તો વધુ પૈસા નાખ્યા. બે મહિનામાં કુલ ૩૭ સોદામાં ૫૬ લાખ જેટલા રૂપિયા સોનાના ધંધામાં લગાવી દીધા આની સામે એમના ખાતામાં ૪.૮ કરોડનો નફો દર્શાવાતો હતો.
કોઈ માણસને બીજું જોઈએ શું?… પરંતુ આ કરોડોની કમાણીમાંથી પૈસા ઉપાડવા ગયા, ત્યારે આંચકો લાગ્યો. ઉપાડ તો ન કરી શક્યા પણ સામેથી ડિમાન્ડ આવી કે પહેલા રૂા. ૧૫ લાખ કરવેરા પેટે ચુકવી આપો હવે આ ભાઈને શંકા જાગી કે ગ્રૂપમાં જે સોનેરી નફો દેખાતો હતો એ કદાચ છેતરપિંડી હોઈ શકે. ગ્રૂપના નંબર પર ફોન કરતા જાણે વધુ તપાસમાં આંચકાજનક હકીકત બહાર આવી કે પોતે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે.
જીવનમૂડી સમી બચત ઉપરાંત, ગોલ્ડ પર્સનલ લોન, ગોલ્ડ લોન અને દોસ્તો-સંબંધીઓ પાસેથી લીધેલી રકમ ડૂબી ગયેલી દેખાઈ. સાયબર ગઠિયા એકય ક્ષેત્ર, તક કે વ્યવસાયીને છોડતા નથી એ ફરી સાબિત થયું ને? આમેય આવો તોતિંગ નફો હોય તો સૌ બાકી બધાં કામ-ધંધા છોડી ન દે. અ.ઝ.ઙ. (ઑલ ટાઇમ પાસવર્ડ) કોઈ વોટ્સએપ, ટેલીગ્રામ કે મેસેન્જર ગ્રૂપમાં સામેલ કરે તો ચેક કરો કે કોણે તમને એડ કર્યા છે. અજાણી વ્યક્તિ હોય તો ગ્રૂપ છોડી ન દે. જાણીતા પુરુષ/સ્ત્રી હોય તો વધુ સ્પષ્ટતા મેળવો. અને ખાસ તો ગ્રૂપનું ધ્યેય શું છે એ સમજો.
Also Read –