Haryanaમાં હેટ્રીક બાદ આ તારીખે નવી સરકાર લઈ શકે છે શપથ: સૈની બનશે મુખ્ય પ્રધાન
નવી દિલ્હી: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને હરિયાણામાં ભાજપે કોંગ્રેસને હારનો સ્વાદ ચખાડીને હેટ્રીક નોંધાવી છે. ભાજપની જીત થતાંના અહેવાલોની સામે જ મુખ્ય પ્રધાન કોણ બનશે તે લગભગ નક્કી થઈ ગયું છે. નાયબ સિંહ સૈની હરિયાણાનાં આગામી મુખ્ય પ્રધાન હશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બધોલી અને નાયબ સૈની આજે દિલ્હી જઈ રહ્યા છે અને સૂત્રો પાસેથી મળતી માંહિતી અનુસાર નાયબ સૈની 12મી વિજય દશમીના રોજ મુખ્ય પ્રધાન પદના શપથ લઈ શકે છે.
બે નાયબ મુખ્ય પ્રધાન બને તેવા એંધાણ:
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થતાંની સાથે જ ખૂબ જ જશ્નનો માહોલ છે. આ સાથે જ હવે તમામની નજર આગામી સરકારની રચના પર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં આગામી સરકાર નાયબ સિંહના નેતૃત્વમાં બનશે અને મુખ્યમંત્રી નાયબ સૈનીની સાથે એક કે બે નાયબ મુખ્યમંત્રી પણ હોઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી થોડા જ દિવસોમાં સરકારની રચના થઈ જવાની છે. આ પહેલા ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ધારાસભ્યો સાથે બેઠક યોજવા માટે નિરીક્ષકોને હરિયાણા મોકલશે, જેથી પાર્ટી ઔપચારિક રીતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકે. તેની સાથે કેબિનેટ મંત્રીઓની યાદી બનાવવામાં આવશે.
કોંગ્રેસને કહી પરોપજીવી પાર્ટી:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં જીત બાદ પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન આપતા કહ્યું કે હરિયાણાએ રાજ્યમાં સતત ત્રીજી વખત ભાજપને સત્તા આપીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસ એક “પરોપજીવી પાર્ટી” છે, જે ત્યારે જ જીતે છે જ્યારે તેને તેના ગઠબંધનના પક્ષોમાંથી સત્તા મળે છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીનો સૂર રેલાવતા પીએમ મોદીએ કહ્યું- આ રાજ્યોમાં કોંગ્રેસ ગઠબંધનના ભાગરૂપે લડી રહી છે.
Also Read –