આપણું ગુજરાત

Suratમાં વિઝાનાં નામે ચાલતી લૂંટનો પર્દાફાશ; નકલી ઓફર લેટરથી પડાવ્યા લાખો રૂપિયા

સુરત: સુરતમાં એક મોટા વિઝા કન્સલ્ટન્સી ગોટાળાનો પર્દાફાશ થયો છે. સુરત સાયબર સેલે વિઝા કન્સલ્ટન્સીના નામે વિદેશના બોગસ જોબ ઓફર લેટર, ઈમિગ્રેશન માટે બોગસ અલગ અલગ બેંકોના સ્ટેમ્પ, બોગસ બેન્ક એકાઉન્ટ સહિત ખોટી ફ્લાઈટની ટિકિટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. શહેરના સિંગણપોર વિસ્તારમાં ચાલતી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ પર રેડ પાડીને આ કૌભાંડને ઝડપી પાડ્યું છે. જેમાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

સુરતના શહેરમાં સાયબર સેલને શાઇન ઇમિગ્રેશન નામની કન્સલ્ટન્સી દ્વારા ખોટા બેંક સ્ટેટમેન્ટ અને નોકરીના બોગસ લેટર્સ બનાવી વિઝા અપાવવા માટે લોકોને છેતરતો હોવાની ફરિયાદ મળી હતી. સુરતના શહેરના જહાંગીરાપૂરા સ્થિત જાનકી રેસિડેન્સીમાં રહેતા વિશાલ વઘાસીયા નામનો આરોપી વિઝા કન્સલ્ટન્સી ચલાવતો હતો. આ આરોપી અને તેના સાગરીતોએ વિઝા મેળવવા માટે કસ્ટમરો પાસેથી ખોટા બેંક સ્ટેટમેન્ટ અને જુદી જુદી બેંકોના બોગસ સીલ તૈયાર કરી અને તે દસ્તાવેજોનો ઉપયોગ કરીને વિઝા પ્રક્રિયામાં લોકોને છેતરતા હતા.

આ ઉપરાંત અઝરબૈજાન જેવા દેશોમાં નોકરીઓ આપવાના બહાને ફેક ઓફર લેટર્સ અને નકલી ફ્લાઇટની ટિકિટો પણ આપીને છેતરપીંડી આચરવામાં આવતી હોવાનું ખૂલ્યું છે. પોલીસના દરોડામાં અનેક ખોટા બેંક દસ્તાવેજો, ચેકબુક અને ફોર્મ મળી આવ્યા છે. આ સાથે અન્ય બે આરોપીઓ રણજીત કુમાર અને નિશાંતકુમાર પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું ખૂલ્યું છે.

મોટાભાગની પીડીએફને એક વેબસાઇટમાંથી એડિટ કરીને બાદમાં આ ફાઇલો સ્ટુડન્ટ્સને આપતા હતા. લગભગ 40 જેટલા સ્ટુડન્ટ પાસેથી 16 લાખથી વધુ પડાવ્યા હોવાનું પણ ખૂલ્યું છે. જે બોગસ ફાઇલ બનાવી આપતા તેના ચાર્જ પેટે 40,000 વસુલતા હતા. આજદિન સુધી તેમને 40થી વધારે સ્ટુડન્ટને અલગ અલગ બેંકના સ્ટેટમેન્ટ બનાવી રાઉન્ડ સીલ મારી આપ્યા છે. અને બેંક મેનેજર તરીકે બોગસ સહીઓ કરી આપી છે. આ બોગસ ફાઈલ સ્ટુડન્ટ જે તે એમ્બેસીમાં જઈ પોતે બનાવી આપેલ બેંક સ્ટેટમેન્ટ આધારે વેરીફિકેશન કરાવી સ્ટુડન્ટ વિઝા મેળવતા હતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button