ઇન્ટરનેશનલનેશનલ

બાંગ્લાદેશમાં હજુ હિંદુઓ ભયના ઓથાર હેઠળઃ તહેવારોમાં હુમલાનું જોખમ…

ઢાકા: બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાને પાંચમી ઑગસ્ટના રોજ સત્તા બહાર કરવામાં આવ્યા ત્યાર પછી ત્યાંના હિંદુ સહિતના લઘુમતિ સમુદાયની સ્થિતિ અત્યંત દયનીય બની ગઇ હતી અને યુવતીઓ સાથે દુષ્કર્મ તેમ જ હિંસાની અનેક અમાનવીય ઘટનાઓ બની હતી. જેને પગલે ત્યાંના હિંદુઓમાં હજી પણ ભયનો માહોલ છે અને તેના જ કારણે બંગાળી હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વનો મનાતો નવરાત્રીનો તહેવાર આ વર્ષે સાવ ફિક્કો જણાઇ રહ્યો છે.

દર વર્ષે ધામધૂમથી અને ભવ્ય રીતે મનાવવામાં આવતી નવરાત્રી અને ઠેર ઠેર ઊભા કરવામાં આવતા દુર્ગા માતાના પંડાલ આ વર્ષે બાંગ્લાદેશના મોટા ભાગના વિસ્તારોમાંથી ગાયબ છે. દુર્ગા પંડાલ પર તેમ જ તહેવાર મનાવતા લોકો પર કટ્ટરપંથીઓ હુમલો કરે તેવો ભય હોવાના કારણે આ વર્ષે લગભગ હજારો દુર્ગા પંડાલ ઊભા કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે આ શેખ હસીનાને દેશવટો આપવામાં આવ્યા ત્યાર પછી બાંગ્લાદેશમાં હિંદુઓ હુમલાની લગભગ 2,000 કરતાં વધુ ઘટનાઓ સામે આવી હતી.

બાંગ્લાદેશ હિંદુ બુદ્ધિસ્ટ ક્રિશ્ર્ચિયન યુનિટી કાઉન્સિલ (બીએચબીસીઓપી)ના સભ્ય રંજન કરમાકરે આ દુર્ગા પૂજાની ઉજવણી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં ચાલી રહેલી હિંસાના કારણે સાંસ્કૃતિક ધરોહર એવી દુર્ગા પૂજાની ઉજવણી ન કરવાનું ઘણા અમારા સમુદાયના વડાઓએ નક્કી કર્યું છે. આ વર્ષે અમે ફક્ત દુર્ગા પૂજા કરીને જ સંતોષ માનીશું, ઉજવણી નહીં કરીએ. હિંદુઓ પર સતત થઇ રહેલા હુમલાના કારણે અમે ઉજવણીમાં ભાગ લેવાની માનસિક સ્થિતિમાં નથી.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker