નવી દિલ્હી: ભારતીય મહિલા હૉકી કૅપ્ટન તેમ જ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રાની રામપાલે દિલ્હીમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી ઊતર્યા બાદ સોશિયલ મીડિયા પર આ ઍરલાઇન્સના સ્ટાફની આકરી ટીકા કરી હતી. રાનીએ જે આઘાત અને નિરાશા વ્યક્ત કરી એની વિગત જાણીને તેના અસંખ્ય ચાહકોએ તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક બાદ હવે પીવી સિંધુ-લક્ષ્ય સેન આર્કટિક ઓપનમાં રમશે
વાત એવી છે કે રાની કૅનેડાથી દિલ્હી પાછા આવ્યા બાદ ઍરપોર્ટ પર પોતાની બૅગ પાછી લેવા ગઈ ત્યારે તેણે જોયું કે તેની બૅગ તૂટેલી હાલતમાં હતી. પછીથી ઍર ઇન્ડિયાના સત્તાધીશો તરફથી રાનીની માફી માગવામાં આવી હતી.
Thank you Air India for this wonderful surprise. This is how your staff treat our bags. On my way back from Canada to India this afternoon after landing in Delhi I found my bag broken.@airindia pic.twitter.com/xoBHBs0xBG
— Rani Rampal (@imranirampal) October 5, 2024
રાનીએ પોતાની બૅગ તૂટેલી હોવાનું જણાતાં એક્સ (ટ્વિટર) પર તૂટેલી બૅગના ફોટો સાથે પોસ્ટમાં લખ્યું હતું, ‘ઍર ઇન્ડિયા, આ ખૂબ જ સુંદર આશ્ર્ચર્ય બદલ તમારો આભાર. તમારો સ્ટાફ અમારી બૅગની કેવી રીતે કાળજી રાખતો હોય છે એ અમે જોઈ લીધું. હું કૅનેડાથી તમારી ફ્લાઇટમાં ભારત પાછી આવી ત્યારે મારી બૅગ મને તૂટેલી હાલતમાં મળી હતી.’
આ પણ વાંચો: ટીમ ઇન્ડિયા માટે દિલ્હીમાં ‘રેડ અલર્ટ’, જાણો શા માટે…
ઍર ઇન્ડિયાએ રાનીની પોસ્ટના જવાબમાં લખ્યું, ‘ડિયર મિસ રામપાલ, તમને જે અગવડ પડી એ બદલ અમે માફી માગીએ છીએ. પ્લીઝ અમને તમારી ટિકિટની વિગતો, બૅગનો ટૅગ નંબર અને બૅગ નુકસાન પામેલી હાલતમાં મળી એ વિશેની ફરિયાદનો નંબર/ડીબીઆર કૉપી અમને મોકલી દો. અમે આ વિષયમાં તપાસ કરીશું.’
આ પણ વાંચો: ભારતને બુધવારે શ્રીલંકા સામે એશિયા કપની હારનો વર્લ્ડ કપમાં બદલો લેવાનો મોકો
29 વર્ષની રાની ભારત વતી 254 મૅચ રમી છે જેમાં તેણે અનેક મૅચોમાં કૅપ્ટન્સી સંભાળવા ઉપરાંત 120 ગોલ કર્યા છે. તે ભારતની ઇન્ડિયા અન્ડર-17 ટીમને કોચિંગ આપી ચૂકી છે. તેના સમાવેશવાળી ભારતીય ટીમ એશિયા કપ, એશિયન ચૅમ્પિયનશિપ અને સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.