Happy Birthday: શાહરૂખ ખાનની પત્ની Gauriએ એક નહીં ત્રણવાર લગ્ન કર્યા છે
શાહરૂખ ખાન પોતાની મહેનત અને પ્રતીભાના જોરે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, પણ ગૌરી ખાનને ઓળખનારા પણ ઓછા નથી. ગૌરી શાહરૂખની પત્ની છે, તેની સાથે સાથે બિઝનેસ વુમન છે અને એસઆરકેની ઘણી ફિલ્મોની પ્રોડ્યુસર પણ છે. ગૌરી ખાનની વાત આજે એટલા માટે કરવાની કે આજે તેનો 54મો જન્મદિવસ છે.
ગૌરી ખાન અને એસઆરકેની લવસ્ટોરી ઘણી જાણીતી છે. ગૌરી પંજાબી પરિવાર અને શાહરૂખ મુસ્લિમ પરિવારમાંથી આવતો હોય, તેમના લગ્ન આસાન ન હતા. પણ શું તમને ખબર છે કે ગૌરી ખાને એક નહીં ત્રણ લગ્ન કર્યા છે. ચોંકી ગયા ને…ચિંતા ન કરો ગૌરીએ આ ત્રણેય લગ્ન તમારા ફેવરીટ કિંગ ખાન સાથે જ કર્યા છે.
ગૌરી અને શાહરૂખ ટીન એજથી એકબીજાને જાણતા હતા. એક સમય તો એવો હતો કે શાહરૂખ ગૌરી માટે ખૂબ જ ઝનૂની બની ગયો હતો અને ત્યારે ગૌરીએ તેનાથી બ્રેક અપ કરવાનું નક્કી કરી લીધું હતું. પણ પછી ધીમે ધીમે બન્ને મેચ્યોર થતા ગયા અને બન્નેએ લગ્ન કરી લીધા. પણ બન્યુ એવું કે પરિવાર નહીં માને તે જાણતા હતા એટલે બન્નેએ પહેલા કોર્ટ મેરેજ કર્યા, ત્યારે બાદ પરિવાર માન્યો ત્યારે પહેલા મુસ્લિમ વિધિ અનુસાર નિકાહ પઢ્યા અને ત્યારબાદ હિન્દુ વિધિ પ્રમાણે પંજાબી સ્ટાઈલથી પણ લગ્ન કર્યા. આમ થયા ગૌરી અને શાહરૂખના ત્રણ લગ્ન.
આ પણ વાંચો : ‘હું તારી જેમ નેપોકિડ નથી, આઉટસાઇડર છું’ શાહરૂખ ખાને કોને સંભળાવ્યુ આમ…
આજે બન્નેને ત્રણ સંતાન આર્યન, સુહાના અને અબ્રાહમ છે. ગૌરી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને કિંગ ખાનની ક્વિન તરીકે તે સારું એવું ફેન ફોલોઈંગ પણ ધરાવે છે.
તો આપણે પણ ગૌરીને કહી દઈએ જન્મદિવસની શુભકામના