આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવારની એનસીપીમાં થશે ‘વિસ્ફોટ’? બળવાની ચીમકી આપતા આ નેતાએ આપ્યું મોટું નિવેદન…

મુંબઈ: ભાજપને આંચકો આપીને હર્ષવર્ધન પાટીલ શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં સામેલ થયા ત્યાર બાદ પક્ષના પ્રમુખ શરદ પવારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીલને ઉમેદવારી અપાઇ શકે તેવા સંકેત આપ્યા છે.

જોકે, શરદ પવારે આપેલા નિવેદનના કારણે તેમના પક્ષના ઇન્દાપુર એકમમાં બળવો પોકારાય, તેવી શક્યતા જણાઇ રહી છે.

પાટીલને ઇન્દાપુર ખાતેથી ઉમેદવારી અપાય તો શરદ પવાર જૂથના ઇન્દાપુર બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક નેતાઓ બળવો કરે તેવી ચર્ચા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે જ ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂકેલા અને મહારાષ્ટ્રના મોટા કદના નેતા મનાતા હર્ષવર્ધન પાટીલે શરદ પવારની હાજરીમાં તેમના પક્ષમાં પ્રવેશ કર્યો હતો.

જોકે, હવે ઇન્દાપુર મતવિસ્તારના શરદ પવારના પક્ષના અન્ય નેતાઓ હર્ષવર્ધન પાટીલને ઉમેદવારી અપાય તેની વિરુદ્ધ છે અને જો આ નિર્ણય લેવામાં આવે તો નારાજ નેતાઓમાં અસંતોષ વધી શકે તેવું જાણવા મળ્યું છે.

શરદ પવાર જૂથના ભરત શાહ, અપ્પાસાહેબ જગદાળે, પ્રવીણ માને તેમ જ અન્ય ત્રણ નેતાઓ ઇન્દાપુર બેઠક પરથી ઉમેદવારી મેળવવા ઇચ્છુક હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે આ નેતાઓએ પોતે પક્ષ માટે વફાદાર હોવા છતાં શા માટે તેમને નજરઅંદાજ કરવામાં આવ્યા એવો સવાલ પણ કર્યો હતો.

શરદ પવારે હર્ષવર્ધન પાટીલના પક્ષ પ્રવેશ વખતે જનતાને પાટીલને વિધાનસભામાં મોકલવાનું આહ્વાન કર્યું હતું. જેને પગલે આડકતરી રીતે તેમણે પાટીલને ઉમેદવારીની જ જાહેરાત કરી હોવાનું મનાઇ રહ્યું છે.

ત્યાર બાદ જગદાળેએ જાહેરાત કરી હતી કે તે સ્થાનિક લોકોની ભાવનાઓ શું છે તે જાણવા માટે પક્ષના કાર્યકરો સાથે 11 ઓક્ટોબરના રોજ એક સભા પણ યોજશે. પાટીલનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે જો અમુક નેતાની ઉમેદવારી પાછી ન ખેંચવામાં આવે તો પક્ષના ઇન્દાપુર એકમમાં મોટો વિસ્ફોટ થશે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker