મનોરંજન

Shweta Bachchanએ આપી Aishwarya Rai-Bachchanને સલાહ, તેનામાં ખૂબ જ…

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના સંબંધો તો દિવસેને દિવસે વણસી રહ્યા છે. એટલું જ નહીં પણ બંનેને લઈને એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ટૂંક સમયમાં જ ઐશ અને અભિ ડિવોર્સની જાહેરાત કરશે. ખેર, આ બધી તો હવામાં થતી વાતો છે, પરંતુ હવે બચ્ચન પરિવારની લાડલી અને ઐશ્વર્યાની નણંદ શ્વેતા બચ્ચન (Shweta Bachchan)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ભાભી ઐશ્વર્યાને સલાહ આપતી જોવા મળી રહી છે. ચાલો જોઈએ શું સલાહ આપી શ્વેતાએ ભાભી ઐશ્વર્યાને…

શ્વેતા બચ્ચનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને એ પણ એવા સમયે કે જ્યારે લોકો એવી વાતો રહી રહ્યા છે કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્નજીવનમાં પડેલાં ભંગાણનું કારણ જ શ્વેતા બચ્ચન છે. વાત જાણે એમ છે કે આ વાઈરલ વીડિયો કરણ જોહરના ફેમસ શો કોફી વિથ કરણનો છે. આ શોના એક એપિસોડમાં જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન તેમ જ હેમા માલિની દીકરી ઈશા દેઓલ સાથે પહોંચ્યા હતા.

દરમિયાન કરણ જોહર શ્વેતા બચ્ચનને પૂછે છે કે તે તેની ભાભી ઐશ્વર્યાને શું સલાહ આપવા માંગે છે? જેના જવાબમાં શ્વેતાએ જમાવ્યું હતું કે ઐશ્વર્યાને લગ્ન માટે કોઈ પણ સલાહની જરૂર નથી. તે સર્વગુણ સંપન્ન છે. મને નથી લાગતું આપણે તેને કંઈ પણ કહેવાની જરૂર છે. તે ખૂબ જ ધીરજવાળી છે અને આ વસ્તુ જ તેને જીવનમાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ બનાવે છે. તે ખૂબ જ સારી છે.

શ્વેતા અને ઐશ્વર્યા વચ્ચે અનેક વખત ખટરાગ થઈ ચૂક્યા છે અને આ ખટરાગ જાહેરમાં જોવા મળ્યા છે. મોટાભાગના લોકોને એ વાતનો અંદાજ છે કે નણંદ-ભાભી વચ્ચે ખાસ કંઈ બનતું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા હાલમાં પોતાની દીકરી આરાધ્યા સાથે માતાના ઘરે રહે છે. આ સિવાય ઐશ્વર્યા અનેક જાહેર કાર્યક્રમમાં પણ બચ્ચન પરિવારથી દૂર જ રહેવાનું પસંદ કરે છે, જેને કારણે બચ્ચન પરિવારમાં કંઈક તો ઠીક નથી ચાલી રહ્યું એવા સમાચાર સામે આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button