પુરુષ

તમે જિંદગી માણો છો કે વેડફો છો?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

થોડા દિવસો પહેલાં એક સંશોધન આવ્યું હતું કે હવેની લાઈફ સ્ટાઈલ અને ખાસ કરીને વર્કલોડને કારણે પુરૂષોને હાર્ટ એટેક આવવાના ચાન્સ વધી ગયા છે. સાથે જ એમ પણ કહેવાયું છે કે જે પુષો યોગ્ય પ્લાનિંગ સાથે કામ નથી કરતા કે કામના મોરચે અસ્તવ્યસ્ત રહે છે એમને હાર્ટ એટેક આવવાના ચાન્સ બે ગણા થઈ ગયા છે! આ માટે એક સાથે દસ હજાર જેટલા પુષો પર એક રિસર્ચ પણ કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે પુષો મોટાભાગે કામ બાબતે અસ્તવ્યસ્ત રહે છે, તેમનું કામ લંબાવતા કે પાછું ઠેલતા રહે છે અને પછી ડેડલાઈન આવે ત્યારે કારણ વિનાની હાઈવોઈ કરીને અત્યંત સ્ટે્રસમાં પોતાનું કામ પૂં કરતા હોય છે. આ તો ઠીક પોતાના કામના સમયે આ પુષોને સિગારેટ, ગુટકા, માવો કે વારંવાર અત્યંત સુગર સાથેની ચા પણ પીવા જોઈએ છીએ, જેની અત્યંત નકારાત્મક અસરો તેના શરીર પર પડી રહી છે.

એક રીતે જોવા જઈએ તો આપણે માટે હાર્ટ એટેક એ ભૂકંપ કે ભૂસ્ખલન જેવી ઘટના છે. વિશ્વમાં કે દેશમાં અન્ય કોઈ પણ જગ્યાએ ભૂકંપ થયો હોય કે ભૂસ્ખલન થયું હોય તો આપણને એમ લાગે કે એ ખુંવારી આપણી સાથે નથી થઈ! એટલે જ આપણને એ ખુંવારી એક સમાચારથી વધુ નથી લાગતી અને આપણે ભૂકંપનો કે ભૂસ્ખલનનો ભોગ બનીએ તો આપણે શું કરવું જોઈએ એનો આપણને વિચાર નથી આવતો. હાર્ટ એટેક બાબતે પણ એવું જ છે. આપણને એમ જ લાગે છે કે આપણે સેફ છીએ. આપણી સાથે એવું કશું ઘટી ન શકે! અને એટલે જ આપણે હ્રદયને હંમેશાં નજરઅંદાજ કરી દઈએ છીએ.

પરંતુ હ્રદયને સીધો સંબંધ આપણી લાઈફ સ્ટાઈલ સાથે છે અને આપણે લાઈફ સ્ટાઈલ દિવસે ને દિવસે અત્યંત ખરાબ કરતા જઈ રહ્યા છીએ. આપણે એવું માનીએ છીએ કે આપણી પાસે લઝ્કુરિયસ કાર આવી ગઈ એટલે કે પછી લક્યુુરિયસ ફ્લેટ આવી ગયો એટલે કે પછી મજાના ગેઝેટ્સ આવી ગયા છીએ એટલે આપણે લાઈફ સરળ થઈ ગઈ! હા, અમુક કિસ્સામાં લાઈફ સરળ જરૂર બની છે, પરંતુ હાલમાં તો આપણા ગેઝેટ્સ અને આપણી લક્ઝરી જ આપણે માટે શાપ પણ સાબિત થઈ રહ્યા છે. કારણ કે એક તરફ આપણે એ સગવડોને લીધે આળસુ થવા માંડ્યા છીએ, આપણો શ્રમ ઘટવા માંડ્યો છે. તો બીજી તરફ આપણી વર્ચ્યુઅલ હાજરી અત્યંત વધી ગઈ છે.

વળી, આપણી ખોરાક શૈલી? આપણે વડાપાંઉ પરથી બર્ગર પર શિફ્ટ થયા છીએ અને સેન્ડવિચને છોડીને પિત્ઝા કે ફ્રેન્ચ ફ્રાઈઝને માણતા થયા છે. આપણે આપણા ખોરાકમાં દિવસે ને દિવસે સ્વાદને વધારતા ગયા છીએ અને પોષણને ઘટાડતા રહ્યા છે, જેને પગલે આપણી આહારશૈલી અને આહારશૈલીને કારણે આપણે ઈમ્યુન સિસ્ટમ અત્યંત નકારાત્મક રીતે પ્રભાવિત થઈ છે. અને પછી એવામાં આપણે કામની બાબતે સ્ટે્રસ લઈએ તો? અને સ્ટે્રસ લેવાની વાત તો દૂર, આપણી નિષ્કાળજી અને બેદરકારીને કારણે આપણે નાહકનો સ્ટે્રસ ઊભો કરીએ એ?

એ બધાયને કારણે આપણું હ્રદય કે આપણી ઈન્ટરનલ સિસ્ટમ ક્યારેક આપણને દગો દઈ જાય છે, જેને કારણે આપણે ઘણું નુકસાન વેઠવું પડે છે. કેટલાક કિસ્સામાં તો જીવ પણ ખોવો પડે છે! અને એના મૂળ શેમાં છે? એના મૂળ છે આપણી લાઈફ સ્ટાઈલમાં, આપણે વે ઑફ થિંકિગમાં, જ્યાં આપણે એમ માનીએ છીએ કે નાની નાની વાતે શું એલર્ટ રહેવાનું. આ તો લાઈફ છે યાર. ઝિંદગી ના મિલેગી દોબારા! એ વાત સાચી કે જીવન બીજી વાર નથી મળવાનું એટલે ભરપૂર જીવી લેવું! પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી કે જિંદગીને માણવી અને જિંદગીને વેડફવામાં ફેર છે. આપણે જેને માણવું કહીએ છીએ એ ખરા અર્થમાં આપણા દ્વારા થતો વેડફાટ છે. આપણે ગમે એ ખાઈએ છીએ, આપણે ઓછી ઊંઘ લઈએ છીએ, આપણે ગમે ત્યારે ઊંઘીએ છીએ, આપણે યોગ્ય સમયે કામ નથી કરતા, આપણે કસરત કરવાની જગ્યાએ સોફા પર આડા પડી રહીએ છીએ કે મહિનામાં આડેધડ પાર્ટીઝ કરતા રહીએ છીએ. એ માત્ર ને માત્ર વેડફાટ છે.

અને આવું જ્યારે કરીએ છીએ ત્યારે આપણે ધીમેધીમે માંદગીઓ તરફ, પીડાઓ તરફ ધકેલાઈએ છીએ. અને જો આપણા સ્ટે્રસને કારણે, આપણી ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે કટાણે શરીરમાં કોઈ રોગ પેસી ગયો તો વૃદ્ધાવસ્થા તો ઠીક, આપણી યુવાની કે આપણી મીડએજ પણ યાતનામાં ગુજરશે. એટલે જ, આપણે જિંદગીને માણવું એટલે શું અને જિંદગીને વેડફવું એટલે શું એ સમયસર સમજી જઈએ. એમાં જ આપણું ભલું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button