નેશનલ

સીએમ પદનો દાવો કરનારા અનિલ વીજ ગાઇ રહ્યા છે આ ગીત

હરિયાણા વિધાન સભા સૂંટણીનો ટ્રેન્ડ ચોંકાવનારો છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપના સૂપડા સાફ થતા જણાવવામાં આવ્યા હતા, પણ અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 49 બેઠક પર આગળ છે. જોકે, ભાજપ માટે અંબાલા કેન્ટોનમેન્ટનું પરિણામ ચોંકાવનારું છે. અહીંથી ભાજપના દિગ્ગજ નેતા અનિલ વીજ પાઠળ ચાલી રહ્યા છે. છ રાઉન્ડની મતગણતરી થઇ ગઇ છે અને તેઓ 545 મતોથી પાછળ છે. તેમની સામે અપક્ષ ઉમેદવાર ચિત્રા સરવરા આગળ ચાલી રહ્યા છે.

મતગણતરી પહેલા બે વખત મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂકેલા અનિલ વિજનો એક જૂનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં તેઓ ગીત ગાતા જોવા મળી રહ્યા છે કે , ‘મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા.’

આ પણ વાંચો :Benefit BJP: હરિયાણાની જીત મહારાષ્ટ્રમાં ભાજપને કેટલો ફાયદો કરાવશે?

નોંધનીય છે કે અનિલ વિજે પાંચ ઑક્ટોબરના રોજ મતદાન બાદ જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા છે અને જો પાર્ટી ઇચ્છશે તો તેઓ મુખ્ય પ્રધાન બનશે. ત્યાર બાદ આજે મતગણતરીના ટ્રેન્ડમાં જ્યારે ભાજપને બહુમતી મળતી જોવા મળી ત્યારે તેમણે ભાવુક થઇને ફરીથી નિવેદન કર્યું કે જો હાઇ કમાન્ડ ઇચ્છશે તો તેઓ સીએમ બનશે. હરિયાણામાં ભાજપની જીત તો નક્કી મનાય છે, પણ મુખ્ય પ્રધાન પદનો દાવો કરનારા અનિલ વિજ તેમની સીટ પરથી હારી જાય એવી નોબત આવી ગઇ છે. તેઓ મતગણતરીમાં પાછળ ચાલી રહ્યા છે. એવા સમયે તેઓ બધી ચિંતાઓને દૂર કરતા જોવા મળ્યા હતા.

હરિયાણામાં ભાજપની જીત નક્કી મનાય છે. જો ભાજપ જીતશે તો નાયબ સિંહ સૈની સતત બીજી વાર મુખ્ય પ્રધાન બનશે તે નક્કી છે. સૈનીએ લોકસભાની ચૂંટણીના ટૂંક સમય પહેલા જ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું. તેઓ લાડવા સીટ પરથી જીતી રહ્યા છે. ખેડૂતોના આંદોલન, કુસ્તીબાજોના આંદોલન જેવા પરિબળો હોવા છતાં પણ તેઓ હરિયાણામાં ભાજપને સત્તામાં લાવવામાં સફળ થયા છે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker