તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

નિવૃત્તિકાળનું ડ્રેસ રિહર્સલ

ગૌરવ મશરૂવાળા

આર. રાજન છેલ્લા છ મહિનાથી પ્રસન્નતાપૂર્ણ નિવૃત્તજીવન ગાળી રહ્યા હતા. એક રાતે અચાનક એમને છાતીમાં દુખાવો ઉપડ્યો. ચેક અપ કરાવ્યું તો ખબર પડી કે હાર્ટ સર્જરી કરાવવી પડે એમ છે. એમના જીવનની સામે કોઈ જોખમ ન હતું, પણ એ જો ઓપરેશન કરાવી લે તો પહેલાં જેવા જ થઈ જશે એમ ડોક્ટરે કહ્યું. જો કે, સર્જરીનો ખર્ચ ઘણો મોટો હતો. સારવાર ઘણી જ સારી રીતે થઈ અને વડીલની તબિયત પહેલાં જેવી થઈ ગઈ. આમ છતાં નિવૃત્તિકાળનો આનંદ માણવા જેવી સ્થિતિ રહી નહીં. એમણે નિવૃત્તિજીવન માટે જે રકમ ફાળવી રાખી હતી તેમાંથી મોટો હિસ્સો ઓપરેશન પાછળ ખર્ચાઈ ગયો હતો.

| Also Read: તંદુરસ્તી-મનદુરસ્તી : પ્રાણાયમ: પ્રાણમય સ્થૂળ શરીર ને મનોમય શરીરની વચ્ચેનું શરીર

અહીં નાણાકીય સલાહકારની દૃષ્ટિએ મારે કહેવું પડે કે આરોગ્યની તકલીફોને પહોંચી વળાય એટલી તૈયારી આર. રાજને કરી ન હતી. આવું તો મોટાભાગના કિસ્સામાં થતું હોય છે. મારો અનુભવ કહે છે કે લોકો મુખ્યત્વે નાણાકીય આયોજન કરે છે અને તેમાંય રોકાણ પર જ ધ્યાન આપે છે. નિવૃત્તિના આયોજનમાં બીજાં કેટલાંક અગત્યનાં પાસાં તરફ દુર્લક્ષ કરવામાં આવે છે. નિવૃત્તિનું આયોજન કરતી વખતે ઘણાં પાસાં ધ્યાનમાં લેવાં પડે છે. તેમાં આરોગ્ય વીમો, ઘર, મગજને પ્રવૃત્તિમય રાખવું, વગેરે બાબતનો સમાવેશ થાય છે. આ બધીનું આયોજન નિવૃત્તિ પહેલાં જ કરી રાખવાનું હોય છે.

કોઈ પણ કાર્યક્રમ પહેલાં કરવામાં આવતા ડ્રેસ રિહર્સલ જેવી જ આ વાત છે. કંપની તરફથી આરોગ્ય વીમો ધરાવતા પગારદાર લોકો સામે બે વિકલ્પ હોય છે:

૧) નોકરી પૂરી થયા પછી પોતાના પૈસે પ્રીમિયમ ભરીને આરોગ્ય વીમો ચાલુ રાખી શકાશે કે કેમ એ વિશે સંબંધિત વીમા કંપની પાસે પૂછપરછ કરી લેવી. જો એ વીમો ચાલુ રાખી શકાતો હોય તો ઉત્તમ.
૨) જો પહેલો વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો નિવૃત્તિનાં ઓછામાં ઓછાં પાંચ વર્ષ પહેલાં અલગ અલગ આરોગ્ય વીમો કઢાવી લેવો.

| Also Read: બાળકની મોબાઇલ-ટેવથી કંટાળી ગયા છો? તો અપનાવો, આ ટિપ્સ

પોતાનું કામકાજના કે ધંધો ધરાવતા લોકોએ પોતાની જે પોલિસી ચાલતી હોય તે ચાલવા દેવી. આરોગ્ય વીમામાં રાબેતા મુજબના મુદ્દાઓને આવરી લેવા ઉપરાંત બજારમાં મળતાં વિવિધ ટોપ અપમાંથી યોગ્ય ટોપ અપની પસંદગી કરવી.

આરોગ્ય વીમા માટે આટલું કર્યા બાદ નિવૃત્તિકાળના ઘર વિશે વિચાર કરવો. પગારદાર વ્યક્તિએ આ વિશે વધુ તૈયારી કરવી પડતી હોય છે. જે વ્યક્તિ કંપનીએ આપેલા ઘરમાં રહેતી હોય એણે નિવૃત્તિ બાદ જ્યાં રહેવાનું હોય તે જગ્યાએ નિવૃત્તિનાં ઓછામાં ઓછા બે વર્ષ પહેલાં જ ઘર લઈ લેવું.

નિવૃત્તિકાળમાં જે રીતે જીવનના એક તબક્કામાંથી બીજા તબક્કામાં પ્રવેશ કરવાનો હોય છે, એવું જ એકમાંથી બીજા ઘરમાં જવાનું છે. આ બન્ને સંક્રમણ એક સાથે સંભાળવાનું ઘણું મુશ્કેલ હોય છે. આથી નિવૃત્તિકાળ આવે તેની પહેલાં જ ઘરની વ્યવસ્થા કરી લેવી જોઈએ.

આરોગ્ય વીમો અને ઘરની તૈયારી કરી લીધા બાદ વ્યક્તિએ નિવૃત્તિ પછીનો સમય કેવી રીતે વિતાવવાનો છે તેના વિશે વિચાર કરી લેવો જોઈએ. જે માણસે આખી જિંદગી મહેનત કરી હોય-જે સતત વ્યસત રહ્યા હોય એમને એકલા ઘરે બેસી રહેવાનું ગમતું નથી. નિવૃત્તિના બે- ત્રણ મહિના બાદ લોકોને ઘરમાં નવરા બેસી રહેવાનું જરાય ફાવતું નથી. એ અકળાઈ જાય છે. આથી નિવૃત્તિ થયા પછીની પ્રવૃત્તિઓ વિશે
પહેલેથી નિર્ણય લઈ લેવો જોઈએ. જેમને જરૂર હોય અને તન -મન સાથ આપતું હોય તો એ પાર્ટ ટાઈમ કામકાજ કરી શકે છે. આ રીતે મન પરોવાયેલું રહેશે અને થોડી આવક પણ થશે.

હા, જેમને નાણાંની જરૂર ન હોય એ કોઈ સખાવતી સંસ્થા કે સ્વેચ્છિક સંસ્થામાં માનદ્ સેવા આપી શકે છે. આ રીતે પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ જનકલ્યાણનાં કાર્યમાં આપી શકાય છે. દરેક વ્યક્તિને પોતપોતાની પસંદ-નાપસંદ હોય છે. આથી પોતાને જે માફક આવે એવા પ્રકારનું કામ કરવું જોઈએ. તંદુરસ્ત માણસે નવરા બેસવું નહીં, કારણ કે આપણી કહેવત પ્રમાણે ‘ખાલી મગજ શેતાનનું ઘર હોય છે….’
હવે થોડી હળવી વાત. એક વડીલને ઘણું ઓછું

| Also Read: આરોગ્ય એક્સપ્રેસ : દુનિયામાં ફરી એક નવા વાઈરસના ભણકારા ચાલો, જાણી લઈએ આ વાઈરસ વિશે

સંભળાતું હતું. શ્રવણયંત્ર લેવા માટે એ ડોક્ટર પાસે ગયા. શ્રવણયંત્રથી એમને પહેલાની જેમ જ સંભળાવાનું હતું. એક મહિના બાદ એ તપાસ કરાવવા માટે ફરી ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કહ્યું: ‘તમને હવે બધું બરાબર સંભળાય છે. તમારા પરિવારજનો ખરેખર ખુશ હશે કે તમે ફરી પાછા સાંભળતાં થઈ ગયા…’

વડીલે જવાબ આપ્યો : ‘મેં ઘરમાં કોઈને કહ્યું જ નથી. હું કંઈ જ સંભળાતું નહીં હોવાનો ડોળ કરીને બધું જ સાંભળતો હોઉં છું. આ એક મહિનામાં મેં મારું વસિયતનામું ત્રણવખત બદલી કાઢ્યું છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker