નેશનલ

Benefit BJP: હરિયાણાની જીત મહારાષ્ટ્રમાં ભાજપને કેટલો ફાયદો કરાવશે?

મુંબઈઃ સવારે નવેક વાગ્યા સુધી દેશભરમાં ભાજપના નેતાઓ અને સમર્થકોના મોઢા વિલા થઈ ગયા હતા અને ભાજપનો નીચે આવતો ગ્રાફ સૌને દેખાતો હતો. સૌથી વધારે ચિંતાનો માહોલ મહારાષ્ટ્રમાં હતો, કારણ કે અહીં દોઢેક મહિનામાં ચૂંટણી થવાની છે, પરંતુ દસ વાગ્યા આસપાસ બાજી પલટી અને હરિયાણામાં ભગવો આગળ ચાલ્યો જે છેક સુધી આગળ રહ્યો અને લગભગ 90માંથી 50 બેઠક સાથે ભાજપ અહીં ફરી સરકાર બનાવી હેટ્રિક મારશે તેવું સ્પષ્ટ ચિત્ર દેખઈ રહ્યું છે. જોકે ભાજપ માટે અતિ મહત્વના એવા જમ્મુ-કાશ્મીર ભાજપ જીત હાંસલ કરી શકી નથી, પણ હરિયાણાની જીત પણ ભાજપ માટે એટલી જ મહત્વની છે.

આ જીતે દેશભરમાં ભાજપના સમર્થકોને સાંત્વના આપી છે કારણ કે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બન્નેમાં જો ભાજપ હાર્યું હોત તો આગળનો માર્ગ ઘણો અઘરો સાબિત થયો હોત. કારણ કે નવેમ્બર મહિનામાં ખૂબ જ મહત્વની એવી મહારાષ્ટ્રની ચૂંટણી આવી રહી છે. દેશની રાજધાની મુંબઈ સહિત અહીં સત્તા મેળવવાનું દરેક પક્ષ માટે મહત્વનું છે.

મહારાષ્ટ્રમાં દરેક પક્ષ માટે ચૂંટણી જીતવી અઘરી જ છે. મહાગઠબંધન અને મહાયુતી એમ બે બળિયા વચ્ચેનો જંગ છે. મહાયુતીમાં શિવસેના અને એનસીપીના ફાટા પડયા બાદ આવેલા વિધાનસભ્યો-સાંસદો છે અને સાથે રાષ્ટ્રીય પક્ષ તરીકે ભાજપ છે. તો બીજી બાજુ મહાગઠબંધનમાં રાષ્ટ્રીય પક્ષ તરીકે કૉંગ્રેસ છે અને પ્રાદેશિક પક્ષમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી છે. મહારાષ્ટ્રમાં પ્રાદેશિક પક્ષોનું જોર ઘણું છે અને વિધાનસભાની ચૂંટણી સમયે તેઓ હાથ ઉપર રાખે છે.

હરિયાણામાં લોકસભામાં સારો દેખાવ કર્યા બાદ કૉંગ્રેસ વિધાનસભા જીતી રાજ્ય પોતાને નામ કરશે તેવું લાગતું હતું અને એક્ટિઝ પોલ્સ પણ આમ જ કહેતા હતા, પરંતુ ભાજપે ભવ્ય વિજય મેળવતા તેની અસર મહારાષ્ટ્રમાં કેટલી થશે અને ભાજપને ફાયદો થશે કે કેમ તેવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે.

લોકસભામાં જનતાએ મહાયુતી અને ખાસ કરીને ભાજપને જાકારો આપતા માત્ર 18 બેઠક જ આપી હતી અને 30 બેઠક સાથે મહાગઠબંધન આગળ રહ્યું હતું.
મહારાષ્ટ્રનું રાજકારણ અલગ છે અને અહીં મુંબઈ, પુણે, નાગપુર જેવા મોટા શહેરો હોવાથી અહીંના મુદ્દા પણ અલગ છે. કેન્દ્ર સરકારની યોજનાઓ અને રેલવે-મેટ્રો સહિતના પ્રોજેક્ટ્સ ભાજપ માટે સારું પાસું છે, પરંતુ ખેડૂતોની સમસ્યા, વેપાર-ધંધાની મુશ્કેલી અને કાયદો અને વ્યવસ્થા મામલે હાલની સરકારથી લોકો ખુશ નથી. આ સાત્રે ત્રણેય પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પણ હજુ થઈ નથી. એકબીજા પક્ષના સમર્થકો નારાજ રહેશે અને તેની અસર પણ પ્રચાર પર પડશે. જોકે હરિયાણાની જીતની પોઝિટિવ અસર મહારાષ્ટ્ર પર ચોક્કસ પડશે.

મહારાષ્ટ્રના ભાજપના કાર્યકરોનો જોશ વધારશે, પ્રચાર સમયે હરિયાણાએ ત્રણ વાર ભાજપ પર ભરોસો મૂક્યો તે વાત દોહરાવાશે અને વિકાસના નામે ફરી ભાજપ મત માગી શકશે તે વાત નક્કી છે, પરંતુ હરિયાણાની જેમ મહારાષ્ટ્ર ફરી કમળના હાથમાં સત્તા આપશે કે કેમ તે કહેવું શક્ય નથી.

Also Read –

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker