નેશનલ

હરિયાણામાં ભાજપ બમ્પર જીત તરફ, કોંગ્રેસે ચૂંટણી પંચના પરિણામ પર સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, વલણો મુજબ હરિયાણામાં ભાજપને બહુમતી (BJP lead Haryana) મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી (Congress) હજુ પણ દાવો કરી રહી છે કે તે હરિયાણામાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.

હરિયાણા ચૂંટણીના પરિણામો બાબતે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી, કોંગ્રેસે દાવો કર્યો કે ચૂંટણી પંચની વેબસાઇટ પર સવારે 9 થી 11 વાગ્યાની વચ્ચે હરિયાણાના પરિણામો અપડેટ કરવામાં વિલંબ થયો હતો.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ચૂંટણી પંચને એક મેમોરેન્ડમ સુપરત કરીને અધિકારીઓને “સાચા અને સચોટ ડેટા”વેબ સાઈટ પર અપડેટ કરવા સૂચનાઓ આપવા વિનંતી કરી, જેથી અફવાઓ અને કોટા નિવેદનોને ફેલાતા તરત જ અટકાવી શકાય.

કોંગ્રેસ નેતા કુમારી સેલજાએ કહ્યું, “દરેક વ્યક્તિને આશ્ચર્ય થાય છે કે શા માટે આપણે નવા વલણો નથી જોઈ શકતા. કંઈક થઈ રહ્યું છે. જો બધું બરાબર રહેશે તો કોંગ્રેસ સરકાર બનાવશે.”

આ પણ વાંચો : Election Results: હરિયાણામાં ઉલટફેર, ભાજપ બહુમતી તરફ, જાણો જમ્મુ-કાશ્મીરની સ્થિતિ

અંબાલા કેન્ટના ભાજપના ઉમેદવાર અનિલ વિજે કહ્યું કે અમને આ ખબર હતી, તેમાં કોઈ આશ્ચર્ય નથી. હું હજુ પણ કહું છું કે હરિયાણામાં ભાજપ ત્રીજી વખત પોતાના દમ પર સરકાર બનાવશે. કોંગ્રેસે ચૂંટણી પંચને કરેલી ફરિયાદ અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે ગુસ્સો વ્યક્ત કરવાની ઘણી રીત છે

અહેવાલ મુજબ કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટને જુલાના બેઠક પરથી જીત મળી છે

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker