આહારથી આરોગ્ય સુધી : કાનના રોગ

-ડૉ. હર્ષા છાડવા
આપણું જીવન આદિકાળથી પ્રકૃતિ સાથે વણાયેલું રહ્યું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્ત્વો વડે પ્રકૃતિ બનેલી છે. તેમ માનવીય શરીર પણ પાંચ તત્ત્વો અને પાંચ ઇન્દ્રિયથી બનેલું છે. પ્રત્યેક ઇન્દ્રિયનું કાર્ય મનુષ્યને દુનિયાને સમજવામાં મદદ કરે છે. પ્રકૃતિએ આપણને પાંચ ઇન્દ્રિયો આપી છે. જે આપણી સાંભળવાની શક્તિ પાંચ ઇન્દ્રિયોમાંની એક છે. આપણા રોજના કામ અને આનંદ આની પર નિર્ભર છે. એ અંગ છે કાન જે સાંભળવામાં મદદ કરે છે. કાન ધ્વનિ સંકેતોને ઓળખી એકત્ર કરીને શ્રવણ તંત્રિકા પાસે પહોંચાડવાનું કામ કરે છે. સામાન્ય જીવન જીવવા માટે આપણે સાંભળવાની શક્તિ પર નિર્ભર છીએ.
કાન માનવ શરીરનું એક સંવેદનશીલ અંગ છે. જે બાહ્ય, આંતરિક, મધ્ય કાન મળીને બને છે. કાન અને ગળા સાથે જોડાયેલી યુસ્ટેશિયન ટયુબ મહત્ત્વની છે. જેમાં એક તરલ પદાર્થ સીબમ નામનો ચીકણો મીણ જેવો પદાર્થ હોય છે. જેમાં ધ્વનિ તરંગ પકડાય છે. જે જીવાણુંના સંક્રમણથી બચાવે છે. કાનની અંદરની ત્વચાની રક્ષા કરે છે. કાન સૂકાઇ જવાથી બચાવે છે. આ સીબમ કેરાટીન, કોલેસ્ટ્રોલ, ફેટી એસિડ, સ્કવેલીન જેવા પદાર્થથી બનેલો છે. કાનની બીમારીઓથી બચાવ જરૂરી છે. સાંભળવામાં તકલીફ, કાનમાં પરુ, કાનમાં સોજા, કાનમાં દુ:ખાવો, કાનમાંથી અવાજ આવવો કે સીટી જેવું વાગવા જેવું લાગવું, કાનમાં પડઘા, કાનના સણકા, ડાયાબિટિશની બીમારીમાં કાનમાં ઓછું સંભળાવું , કાનમાં ફોલ્લી, કફ વધવાથી કાનમાં દુ:ખાવો વગેરે જેવી બીમારી થાય છે. બધી બીમારીઓ લગભગ શરીરમાં સુગર વધી જવાથી કે એસીડીટીના કારણે કફ વધી જવાથી થાય છે. આના ઇલાજ સરળ છે. હાલની બીમારીમાં ઇઅર ફોન વધુ અવાજના કારણે ધ્વનિની ફ્રિકવન્સી પાંસઠ ડેસિબલની છે. આનાથી વધુ અવાજને કારણે કાનના પડદા પર અસર થાય છે. રાત ભર કાનમાં ઇઅર ફોન રાખવાથી પડદા ઢીલા પડી જાય છે. વધુ ઘોંઘાટવાળા અવાજના કારણે પણ પડદા અને તેના નરમ હાડકાં પર કંપન વધી જાય છે અને બહેરાશ આવે છે. કાનમાં કોઇ ક્રિમ કે કેમિકલવાળા ડ્રોપ નાખવાના કારણે બહેરાશથી સાથે આંખ પર પણ અસર થાય છે. આંખથી ધૂંધળું દેખાય છે. કાનમાંથી સતત પરુ નીકળતું હોય તો શરીરની સુગર તપાસવી જો સૌથી વધુ હોય તો તેને ઘટાડવી જરૂરી છે. કાનના કૅન્સરમાં પણ લોહીની સુગર વધી જવાથી અને સતત ઍન્ટિ બાયોટિક દવા તેમ જ કાનના કેમિકલવાળા ડ્રોપના કારણે થાય છે.
પાંચેય ઇન્દ્રિયો મહત્ત્વની છે તેમાં કાન સાંભળવાનું તેમ જ શરીરનું સંતુલન જાળવવાનું કામ, તેમ જ આનંદ આપવાનું કામ કરે છે. સંભળાય તો જ ભાષા બોલી શકાય માટે કાનની સંભાળ બીમારી થાય ત્યારે જ નહીં પણ સતત ધ્યાન રાખવું. શરીરમાં સુગરનું સંતુલન જાળવવું. કફ પર કંટ્રોલ કરવો.
ઘઉનું થૂલું (વીટબ્રાન) આમાં ભરપૂર ફાઇબર હોય છે. જે જમા થયેલી શરીરમાંથી ગંદકી કાઢી નાખે છે. પાંચનતંત્રને સુદૃઢ રાખે છે. સુગરને તરત જ નિયંત્રિત કરે છે. આંતરડાને સાફ રાખે છે. જેથી ગૅસ, એસિડિટી થતી નથી. પરિણામે કાનમાં થયેલો પરુ સોસી લે છે. કાનના દર્દો માટે આની રોટલી બનાવી ખાવી અથવા ઘઉંના લોટમાં થૂલું નાખી રોટલી બનાવી બીજા પૂલા જેવા કે રાઇસબ્રાન બાજરાનું થુલું મકાઇનું થૂલૂ વગેરેની રોટલી બનાવી લેવી. રોટલી ફકત ચટણીઓ સાથે ખાવી. વિવિધ પ્રકારના શાકભાજીની ચટણી સાથે ખાવી. ફળોની ચટણી બનાવી ખાવી. તેલમાં કે ઘીમાં રાધેલા શાક ન લેવા થોડા સમય સુધી ચટણીઓ અને થુલાવાળી રોટલી ખાવી. અગાઉના લેખોમાં ચટણીઓ વિશેની માહિતી આપેલ છે. ચટણીઓ હળદર, કોકમ, પેરૂ, ટીંડલી, તૂરિયા, વટાણા, દૂધીની છાલ, એપલ, નાસપતિ, કોથમીર, ફૂદીનો વગેરેની લઇ શકાય. આ એક અતિ સરળ ઇલાજ છે. લગભગ બધી જ કાનની બીમારી સરળતાથી સાજી થઇ શકે છે.
એલોવીરાની જેલ
(ચીકણો પદાર્થ) બેથી ત્રણ ચમચી લેવો. જેથી કફ તરત જ ઓછો થઇ જાય. સુગર લેવલ ડાઉન થતાં જ કાનનો દુ:ખાવો બંધ થાય છે.
ખોરાસણી અજમો
કાળા રંગનો તલથી સહેજ મોટી સાઇઝનો છે. આ ગુણોનો ભંડાર છે. બધા જ કરિયાણાની દુકાન પર મળે છે. શેકી લેવા તેમાં અનારદાણા, શેકેલા તલ, શેકલાસિંગ , હીંગ, મીઠું, લાલ મરચુ નાખી કોરી ચટણી બનાવવી. થુલાની રોટલી સાથે ખાવી.
ખાટી પાલક
(ચૂકા ભાજી, આંબટ ચૂકા) આ ભાજી રસ સ્વાદિષ્ટ છે. ચટણી પણ બનાવી શકાય છે. વિટામિન-સી બધા જ પ્રકારની વિટામિનબીથી ભરપૂર છે. જે કાનના દર્દોને ત્વરિત સાજો કરે છે. પાર્સલી ભાજીનો રસ લઇ શકાય. કાનની કોઇપણ બીમારીમાં બાફેલું કે રાંધેલું ન ખાવું. શેકેલું અને કાચું ખાવા તેમ જ ફળો ખાવા. અન્ય શેકેલી વસ્તુઓ ઢોસા, ચિલા ધારેવા લઇ શકાય સાથે ચટણી જ ખાવી. સંતરાની છાલની ચટણી લઇ શકાય.
પેરૂ
વિટામિન-સીનો ભંડાર છે. આનો જયૂસ ફૂદીનો નાખી લેવો. ચટણી બનાવવી. કાચા પેરૂ લેવા. પેરૂ એક કે બે ખાઇ લેવા.
કાનમાં કોઇ જીવજંતુ જાય તો તલના તેલના ટીપાં નાખવાથી તે બહાર નીકળી જાય છે. અઠવાડિયામાં બેથી ત્રણ વાર કાનમાં તલ તેલના ટીપા નાખવા જેથી કાન, આંખ, ગળુ, નાક બધા જ સાફ રહે છે. ઠંડીમાં કફના કારણે કાન પાકી જાય તો. હળદરના તેલના બે ટીપાં, લસણના તેલના બે ટીપાં (એસેન્સિયલ તેલ મળે છે). તલના તેલમાં નાખી કાનમાં નાખવા. કાનની આસપાસ બરફનો શેક કરવો. જેથી સોજા ઓછા થઇ જાય કાનનો દુ:ખાવો ત્વરિત મટી જાય છે. સાથે-સાથે કેમિકલવાળો આહાર ન લેવો.