મનોરંજન

I bet, નીતા અંબાણીને આ ભૂમિકામાં તમે ક્યારેય નહીં જોયા હોય!

શાળાના બાળકો માટે રિસેસ અને લંચ માટેની છુટ્ટી સિવાય સહાધ્યાયીઓ સાથે મોજમસ્તી કરવાનો મોકો ભાગ્યે જ મળતો હોય છે, પણ એવામાં જો ઘરની કોઇ પ્રિય વ્યક્તિ અણધારી શાળાની મુલાકાતે આવી જાય તો બાળક માટે એ સમય આનંદનો બની જાય છે. એમાં પણ બાળકની પ્રિય વ્યક્તિ જ્યારે સ્કૂલમાં આવીને ક્લાસમાં બેસે, તેને મઝાની વાર્તા કહે ત્યારે તો બાળકની ખુશીની કંઇ સીમા જ નહીં રહેતી હોય. તમને માનવામાં નથી આવતું! તો ચાલો તમને આની એક ઝલક બતાવી દઇએ.

પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે, પોતાના બિઝનેસ વેન્ચર માટે અને પોતાના લુક માટે હંમેશા ચર્ચામાં રહેતા અંબાણી પરિવારના નીતા અંબાણી સુંદરતા અને સાદગી માટે પણ ફેમસ છે. તેમનો પૌત્ર પૃથ્વી મુંબઈમાં બાન્દ્રા ખાતેની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS)માં ભણે છે. પૃથ્વી અબજોપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા પૌત્ર અને આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું પ્રથમ સંતાન છે. તેનો જન્મ ડિસેમ્બર 2020 માં થયો હતો અને ગયા વર્ષે 3 વર્ષનો થયો હતો.

તાજેતરમાં જ નીતા અંબાણી પૌત્ર પૃથ્વી અને તેના સહપાઠીઓને મળવા તેની સ્કૂલમાં પહોંચી ગયા હતા. તેઓ તેમના પૌત્ર અને અન્ય બાળકોને પણ મળ્યા હતા. તેઓ કરીના કપૂરના પુત્ર જેહ અલી ખાનને વાર્તા કહેતા પણ જોવા મળ્યા હતા. તેમની સ્કૂલની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સામે આવેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નીતા અંબાણી ક્લાસમાં નાના બાળકો સાથે બેઠેલા છે. એક તસવીરમાં નીતા અંબાણી ખુરશી પર બેઠેલા છે અને વર્ગના બાકીના બાળકો જમીન પર બેઠા છે. એક તસવીરમાં નીતા અંબાણી બાળકોને ‘પેપ્પા પિગ’ની વાર્તા કહેતા જોવા મળે છે.

આ દરમિયાન પૃથ્વી સહિત તમામ બાળકો શાંતિથી બેસીને નીતા અંબાણીની વાર્તા સાંભળતા જોવા મળે છે. કરીના કપૂરનો લાડકો જેહ તેની તોફાની હરકતોથી લોકોનું ધ્યાન ખેંચતો જોવા મળ્યો હતો. એક તસવીરમાં તે નીતા અંબાણી સાથે હાથ મિલાવતો પણ જોવા મળ્યો હતો. જેહ અને પૃથ્વી અંબાણી એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે. નીતા અંબાણી બાળકો સાથે લંચ ટેબલ પર બેસીને ખાવાનું ખાતા પણ જોવા મળ્યા હતા.
આ દરમિયાન નીતા અંબાણી ગુલાબી સલવાર સૂટમાં હંમેશની જેમ સુંદર લાગી રહ્યા હતા. તેમણે ડાયમંડ સ્ટડેડ ઇયરિંગ્સ બ્રાઉન ટોટે બેગ અને સ્ટ્રેપી લાલ હાઇ હિલ્સ સાથે પેર કર્યા હતા. નીતા અંબાણીએ તેમની કારકિર્દીની શરૂઆત એક ટિચર તરીકે જ કરી હતી.

Also Read –

Back to top button
રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker