નેશનલ

Haryana Election Result: કોંગ્રેસ 65 બેઠકો પર આગળ, કોંગ્રેસ નેતાઓમાં ખુશીનો માહોલ

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો (Haryana election result) જાહેર થઇ રહ્યા છે, શરૂઆતના વલણો મુજબ 90 બેઠકોમાંથી કોંગ્રેસ અને સાથી પક્ષોને જોરદાર લીડ મળી છે. ભાજપને મોટી હાર મળે હાલ એવું જણાઈ રહ્યું છે. જોકે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો નેતાઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

સવારે 9.10 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ 65 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 19 બેઠકો પર આગળ છે. અન્ય પક્ષો ચાર બેઠકો પર આગળ છે જ્યારે INLD બે બેઠકો પર આગળ છે.

કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું કે, “અમને વિશ્વાસ છે કે આજે અમારે દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને અમે હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.”

કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું, “આ પ્રારંભિક વલણો છે, તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ આગામી દોઢ કલાકમાં વલણો સ્પષ્ટ થઈ જશે. હરિયાણામાં કોંગ્રેસને બે તૃતીયાંશ બહુમતી મળશે અને જમ્મુ અને કાશ્મીરમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે.”

હરિયાણાના ઝજ્જરથી કોંગ્રેસના ઉમેદવાર ગીતા ભુક્કલે કહ્યું, “જે રીતે ઝજ્જર વિધાનસભા ક્ષેત્રના લોકોએ તેમના આશીર્વાદ અને સમર્થન આપ્યું છે, મને આશા છે કે અમે અહીંથી પ્રચંડ બહુમતીથી જીતીશું. હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે.”

લાડવા વિધાનસભા સીટના પ્રારંભિક વલણોમાં મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈની આગળ છે.

Also Read –

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker