Dusshera સુધી અમદાવાદમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ; પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે નવરાત્રિના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ દરમિયાન નવરાત્રિમાં ટ્રાફિકજામ ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સવારના 8થી રાત્રીના 2 વાગ્યા સુધી ભારે વાહનો શહેરમાં પ્રવેશ નહીં કરી શકે. આ જાહેરનામું 12મી ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન શહેરના ઘણા વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
12મી ઓક્ટોબર રાત્રિના બે વાદ્યા સુધી પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી ગરબા ચાલતા હોય છે. આ દરમિયાન ખેલૈયાઓ સાથે સામાન્ય શહેરીજનોને ટ્રાફિક જેવી સમસ્યા ન નડે અને તેઓ સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. નવરાત્રિ દરમિયાન શહેરના એસજીહાઈવે અને એસપી રીંગ રોડ સહિતના વિસ્તારોમાં લોકોની અવરજવર વધુ રહે છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 12મી ઓક્ટોબરથી હવે સવારે 8થી રાત્રે બે વાગ્યા સુધી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઓછી કેપેસિટી ધરાવતા વાહનો પર પ્રતિબંધ નહી
33 પેસેન્જરથી ઓછી કેપેસિટી ધરાવતા વાહનો શહેરમાં અવરજવર કરી શકે છે, પરંતુ ભારે વાહનો જેવા કે ટ્રેક્ટર, ટોલી 33 પેસેન્જરથી વધુ કેપેસિટી ધરાવતા પેસેન્જર વાહનો વગેરે પર દિવસ દરમિયાન અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
Also Read –