લાડકી

બેહમઈ હત્યાકાંડ આત્મસમર્પણની એ ક્ષણ

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

નામ: ફૂલનદેવી
સ્થળ: 44 અશોક રોડ, નવી દિલ્હી
સમય: બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001
ઉંમર: 37 વર્ષ

(ભાગ: 4)
(ગતાંકથી ચાલુ)
14 ફેબ્રુઆરી, 1981ના દિવસે કાનપુરથી સો કિલોમીટરની દૂરી પર આવેલા એ બેહમઈ ગામમાં પીર બાબાની ગેંગ સાથે હું પહોંચી. ત્યાં એક લગ્ન ચાલતા હતા. અમે એ લગ્નમાંથી બધા ઠાકુરોને બહાર કાઢ્યા. જ્યારે ટોળું ભેગું થયું ત્યારે મને સમજાયું કે, આખા કાંડના મુખ્ય સૂત્રધાર શ્રીરામ ઠાકુર અને લાલારામ ઠાકુર ભાગી ગયા હતા. તેમ છતાં એ ગામના 30 પુષોને પકડીને લાવવામાં આવ્યા. કેટલાક ભાગી ગયા તો કેટલાક છુપાઈ ગયા. કેટલાંક બાળકો હતા-ટીનએજના છોકરાઓ, એમને મેં જવા દીધા. બાકીનાને મેં એક લાઈનમાં ઊભા રાખ્યા. એ જ કૂવાની પાસે, જ્યાં મારા ઉપર સામૂહિક દુરાચાર કરવામાં આવ્યો હતો ત્યાં જ, બધાંને ઘૂંટણિયે બેસવાનું કહ્યું. આ એ જ ઠાકુરો હતા જેમણે મારા પર અત્યાચાર કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. બધા ધ્રુજી રહ્યા હતા. એમાંના કોઈક રડી રહ્યા હતા. હાથ જોડીને દયાની ભીખ માગી રહ્યા હતા, પરંતુ મને સહેજ પણ દયા ન આવી. આમ તો આખું ગામ સજાને પાત્ર હતું, પરંતુ વિક્રમને યાદ કરીને મેં સ્ત્રીઓ અને બાળકોને છોડી દીધાં હતાં. એક વાર બધાને ઘૂંટણિયે બેસાડ્યા પછી એક સાથે અમારી બંદૂકો ધણધણી ઊઠી. એક સાથે 22 લાશો પડી. જે આઠ બચી ગયા એમને પણ ગોળી તો વાગી જ. 22 લોકોનું મૃત્યુ થયા પછી હું ત્યાંથી નીકળી ત્યારે મારા દિલમાં એક વિચિત્ર પ્રકારનો સંતોષ હતો.

બીજા દિવસના અખબારમાં આ હત્યાકાંડ વિશે ભયાનક વખોડતા લેખો છપાયા. માનવ અધિકારવાળાએ જાતભાતની રેલીઓ કાઢી. આખું ઉત્તર પ્રદેશ ઠરઠરી ઊઠ્યું. કોઈએ કલ્પ્યું નહોતું એવો બદલો હતો આ. મને જરાક પણ અફસોસ નથી…
એ પછી સરકાર હલી ગઈ. વિશ્વનાથ પ્રતાપ સિંઘે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. મને પકડવા માટે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની પોલીસ નીકળી પડી, પરંતુ 1982 સુધી-એક વર્ષ સુધી એ લોકો મને પકડી શક્યા નહીં. એ પછી ડીએસપી રાજેન્દ્ર ચતુર્વેદીને કામે લગાડવામાં આવ્યા. એ સારા માણસ હતા. એમણે હથિયાર વગર આવીને મારી સાથે મિટિગ કરી. મિટિગમાં એમણે મને આત્મસમર્પણ કરવા સમજાવ્યું. મેં ચાર શરતો મૂકી. પહેલું, અમારા ગિરોહમાંથી કોઈને પણ ફાંસી નહીં થાય, બીજું, કોઈને આઠ વર્ષથી વધારે સજા નહીં થાય, ત્રીજું, મને જમીનનો પ્લોટ મળવો જોઈએ અને ચોથું, મારા આખા પરિવારને આત્મસમર્પણના પ્રસંગે સન્માનપૂર્વક આમંત્રિત કરવા પડે… સરકારે બધી વાત માની લીધી. હું આત્મસમર્પણ કરવા તૈયાર પણ થઈ ગઈ, પરંતુ ચંબલ રેન્જના ડીઆઈજી એમ.ડી. શર્મા સારા માણસ નહોતા. રાજેન્દ્ર ચતુર્વેદીને ક્રેડિટ મળે એ એમનાથી સહી શકાય એવું નહોતું. ઈર્ષામાં આવીને એમણે મુસ્તકીનભાઈ મુસ્લિમનું એન્કાઉન્ટર કરાવી દીધું. મુસ્તકીન પવિત્ર માણસ હતો એટલે મર્યો નહીં, પણ એને ગોળી વાગી અને મેં સરેન્ડર કરવાની ના પાડી દીધી. મને લાગ્યુ કે, મને અને મારા સાથીઓને પણ એન્કાઉન્ટર કરીને મારી નાખશે.

રાજેન્દ્ર ચતુર્વેદી ફરી મને મળવા આવ્યા અને એમણે પોતાની ગેરેન્ટી તરીકે
એમના દીકરાને મારી પાસે રાખ્યો. આજે વિચાં છું તો સમજાય છે કે, એ માણસને મારા પર કેટલો ભરોસો હશે! મેં આ વખતે શર્ત મૂકી કે, હું ઉત્તર પ્રદેશ નહીં, પણ મધ્ય પ્રદેશમાં
આત્મસમર્પણ કરીશ. મને અર્જુનસિંહજી પર વિશ્વાસ હતો. મેં એવી પણ શર્ત મૂકી હતી કે, હું એમપીની જેલમાં જ રહીશ. ફેબ્રુઆરી, 1983ના દિવસે લાલ શાલ ઓઢીને 315 રાયફલ સાથે અમે ચંબલના બિહડમાંથી બહાર નીકળ્યા. છ માઈલ દૂર 300 પોલીસવાળા અમારી રાહ જોઈ રહ્યા હતા. 11 ફેબ્રુઆરીની સાંજે સિંચાઈ વિભાગના ગેસ્ટ હાઉસમાં અમને રાખવામાં આવ્યા. સાં ખવડાવવામાં આવ્યું અને અમને ખાખી વર્દી આપવામાં આવી.

13 ફેબ્રુઆરી. 1983ની સવારે સાડા ચાર વાગ્યે અમે બે બસમાં રવાના થયા. નિહોના ગામ પાસે મંદિરમાં દર્શન કર્યાં. મંદિરના ચબૂતરા પર ચડીને 45 મિનિટ સુધી ફાયરિગ કર્યું. ભિંડ ગામમાં પહોંચ્યા ત્યારે આઠ-દસ હજાર લોકો ત્યાં ઉપસ્થિત હતા. અનેક વીવીઆઈપી સહિત સીએમ અર્જુનસિંહ પણ અમારી પ્રતીક્ષા કરી રહ્યા હતા. અમે સૌ 26 ફૂટ ઊંચા લાકડાના સ્ટેજ પર ચઢ્યા. અમારા હથિયારો મૂક્યા અને મેં જેવી શર્ત મૂકી હતી એમ જ, મહાત્મા ગાંધી અને મારી મા દુર્ગા સામે મેં હથિયાર મૂક્યાં. હજારો લોકોની ભીડ અમારા આત્મસમર્પણને જોવા આવી હતી. સ્ટેજ પરથી કહેવાયું ત્યારે મને ખબર પડી કે, મારા નામે અપહરણ, ડકૈતી અને હત્યા જેવા 48 આરોપો હતા. જ્યારે આત્મસમર્પણ કર્યું ત્યારે હું 26 વર્ષની પણ નહોતી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button