મહારાષ્ટ્ર

શોકિંગઃ રેલવે સ્ટેશન પર સૂતા પ્રવાસીઓને મનોરોગીએ કોંક્રીટનો સ્લેબ ફટકાર્યો અને…

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુર રેલવે સ્ટેશન પર આજે સવારે એક હ્રદયદ્રાવક ઘટના બની. એક મનોરોગી વ્યક્તિએ પ્લેટફોર્મ પર સૂઈ રહેલા લોકો પર કોંક્રીટ સ્લેબ વડે હુમલો કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા અને અન્ય બે ઘાયલ થયા હતા.
આ તમામ મુસાફરો નાગપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ પર ટ્રેનની રાહ જોતા સૂઈ ગયા હતા. ત્યારબાદ સવારે ૩.૧૫ વાગ્યે એક મનોરોગી વ્યક્તિએ અચાનક તેમના પર હુમલો કર્યો, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતક મુસાફરોમાંથી એક તમિલનાડુનો હતો જ્યારે બીજાની ઓળખ હજુ સુધી થઈ નથી. ઘાયલોમાં એક મુસાફર નાગપુરનો અને બીજો ગ્વાલિયર, મધ્યપ્રદેશનો છે.

આ પણ વાંચો: ડૉ. હેરી હર્લો: કુશળ માનસશાસ્ત્રી કે ક્રૂર મનોરોગી?

સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વ્યક્તિએ કોઈ પણ ઉશ્કેરણી વગર સવારે પ્લેટફોર્મ નંબર ૬ પર ‘કોંક્રિટ સ્લેબ’ (રેલવેના પાટામાં વપરાતો ૫૦ કિલોનો સ્લેબ) વડે પીડિતોને કચડી નાખ્યા હતા. તેમણે જણાવ્યું કે ચીસો સાંભળીને જીઆરપી પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘટનાનું ભયાનક દ્રશ્ય જોઈને ત્યાં હાજર અન્ય મુસાફરો પણ ડરી ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી જય કુમાર કેવટ (૪૫)ને કસ્ટડીમાં લીધો હતો. જય કુમાર યુપીનો રહેવાસી છે. પોલીસને તેની પાસેથી કોઈ રેલવે ટિકિટ મળી નથી અને તે માનસિક રીતે બીમાર હોવાનું પણ જણાય છે.

આ પણ વાંચો: યોગ મટાડે મનના રોગ: પ્રણવનાદની પણ અનેક પદ્ધતિઓ છે. માનસચિકિત્સા માટે પ્રણવનાદનો વિનિયોગ થઇ શકે તેમ છે

અધિકારીએ જણાવ્યું કે તામિલનાડુના રહેવાસી ૪૦ વર્ષીય ગણેશ કુમાર અને એક અજાણ્યા વ્યક્તિનું આ હુમલામાં મોત થયું છે જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

જીઆરપીએ હત્યાનો કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મનોરોગી હતો. તે સ્ટેશન પર આવતા લોકો પાસેથી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. માનસિક રીતે બીમાર હોવાથી તે દરેક સાથે બિનજરૂરી વિવાદ કરતો હતો. ઘટનાના દિવસે પણ તેનો અન્ય ભિખારીઓ અને મુસાફરો સાથે વિવાદ થયો હતો, ત્યારબાદ તેણે પ્લેટફોર્મ પર સૂઈ રહેલા લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ રેલવે સ્ટેશનની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker