ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

પાંચ દિવસ બાદ એક સાથે બનશે બે રાજયોગ, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

ઓક્ટોબર મહિનો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી રહેશે અને એમાં પણ નોરતાની સાથે સાથે આ વખતે દશેરો પણ ખાસ બનવાનો છે, કારણ કે 12મી ઓક્ટોબરના દશેરા પર એક સાથે બે-બે રાજયોગ બની રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કયા છે આ બે રાજયોગ અને એને કારણે કઈ કઈ રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે.

આ વખતે દશેરા 12મી ઓક્ટોબરના ઊજવાશે અને આ દિવસે ગ્રહોના સેનાપતિ શુક્ર તુલા રાશિમાં બિરાજમાન રહેશે, જેને કારણે માલવ્ય રાજયોગ બનશે. જ્યારે કર્મના દેવતા શનિ પણ સ્વરાશિ કુંભમાં બિરાજમાન રહીને શશ રાજયોહ બનાવી રહ્યા છે. એક સાથે બની રહેલાં આ બે રાજયોગને કારણે તમામ રાશિના જાતકોની કિસ્મત ચમકી રહી છે, પણ ત્રણ એવી રાશિઓ છે કે જેમના માટે આ સમયગાળો એકદમ સોનેરી સાબિત થવાનો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને તેમના ધાર્યા કામ પૂરા થશે. ચાલો જોઈએ કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ…

આ પણ વાંચો : ચિંતન : તપ એટલે માત્ર શરીરને કષ્ટ આપવું એમ નહીં, તપ એટલે શરીરને જરાય કષ્ટ ન આપવું એમ પણ નહીં!

વૃષભઃ

Mother Durga has these zodiac signs dear, look at your zodiac sign too!

આ રાશિના જાતકો માટે દશેરા પર બની રહેલો માલવ્ય રાજયોગ અને શશ યોગ ખૂબ જ ફળદાયી રહેશે. આ રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે. કોઈ ઉંચુ પદ વગેરે મળી શકે છે. પગારમાં વધારો થશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. દરેક તબક્કે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. કાયદાકીય બાબતમાં ચૂકાદો તમારી તરફેણમાં આવશે. કોઈ પણ ઈચ્છા પૂરી થશે.


તુલાઃ

તુલા રાશિમાં જ શુક્ર બિરાજમાન રહેશે એટલે આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. તમારા વ્યક્તિત્વથી લોકો વધુને વધુ આકર્ષાશે તમારી તરફ. મનગમતી નોકરી મળતાં મન પ્રસન્ન રહેશે. દેવામાંથી મુક્તિ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આ સમયે કોઈ જગ્યાએ રોકાણ કરશો તો તેનાથી લાભ થશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોના લગ્નની વાત આગળ વધશે.

મકર:

દશેરા પર બની રહેલા આ બંને રાજયોગ મકર રાશિના જાતકોને કરિયરમાં અપાર સફળતા અપાવશે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે. વેપારમાં પણ તેજી આવશે. તહેવારોની સિઝનમાં કમાણીમાં વૃદ્ધિ થશે. નોકરી શોધી રહેલાં લોકોને સારી નોકરીની ઓફર મળશે, જેને કારણે ખુશીનો પાર નહીં રહે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker