હવે રાહુલગાંધીએ દલિત પરિવારના કિચનમાં રસોઈ બનાવી અને દલિત કુઝીન પર ચર્ચા પણ કરી

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી છે ત્યારે રાહુલ ગાંધીએ એક વીડિયો પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. રાહુલ મહારાષ્ટ્રના ઉંચગાંવમાં એક દલિત પરિવારની મુલાકાતે ગયો હતો. અજય કુમાર તુકારામ સનદે અને તેમના પત્ની અંજલિ તુકારામ સનદેના ઘરે રાહુલ અચાનક પહોંચી ગયો હતો. અહીં તેમણે પરિવાર સાથે વાત કરી અને ચા પીધા બાદ ભૂખ લાગ્યાનું કહેતા પરિવાર થોડો મુંઝાયો, પણ રાહુલે બધાની મુંઝવણ દૂર કરતા કહ્યું કે તે પોતે ભોજન બનાવશે. ત્યારબાદ તેણે દંપતી સાથે કિચનમાં રસોઈ બનાવી અને બધા સાથે જમ્યો હતો. આ દરમિયાન તેમણે સનદે પરિવાર પાસેથી દલિતો જે જમે છે તે વાનગીઓ વિશે માહિતી મેળવી. અહીં તેણે લીલા ચણાની ભાજી અને રીંગણાવાળી તુવેર દાળ બનાવી હતી. આ સાથે દલિત પરિવારે દલિતોને પડતી તકલીફો વિશે પણ માહિતી આપી હતી.
આ પણ વાંચો : મોદીજી દેશનું ગૌરવ, જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં આવે ત્યારે ખાલી હાથે આવતા નથી: એકનાથ શિંદે
રાહુલે કહ્યું કે સંવિધાન બધાને એકસરખા હક આપે છે અને સંવિધાનની રક્ષા અમે કરીશું. પણ સમાજમાં બધાએ ભાઈચારો રાખવો જોઈએ.