જ્યારે ભારત માટે વિચારીએ ત્યારે તેની ભૌગોલિક સુંદરતા, વિવિધતા, સાંસ્કૃતિક વારસો ધ્યાન ખેંચે છે.
ભારત ભૌગોલિક રીતે વિશાળ દેશ છે, જેની ત્રણ બાજુ પાણી અને એક બાજુ પર્વત છે.
આજે અમે તમને એ રાજ્ય વિશે જણાવીશું જે ત્રણ દેશથી ઘેરાયેલા છે
સિક્કિમ, પ.બંગાળ અને અરૂણાચલ પ્રદેશ ત્રણ પડોશી દેશ સાથે સરહદ ધરાવે છે.
સિક્કિમ પૂર્વમાં ભૂતાન, ઉત્તરમાં ચીન અને પશ્ચિમમાં નેપાળથી ઘેરાયેલુ છે.
ચીન, ભૂતાન અને નેપાળ સાથે સરહદ હોવાને કારણે તે વ્યુહાત્મક રીતે ઘણું મહત્વપૂર્ણ છે.
પ. બંગાળ ભૂતાન, બાંગ્લાદેશ અને નેપાળ સાથે સરહદ ધરાવે છે
તેની સરહદનો અધિકાંશ હિસ્સો (2,217 કિમી) બાંગ્લાદેશ સાથે છે.
અરૂણાચલ પ્રદેશ પૂર્વમાં મ્યાંમાર, પશ્ચિમમાં ભૂતાન અને ઉત્તરમાં તિબેટ (ચીન) સાથે સરહદ ધરાવે છે