મહારાષ્ટ્ર

OMG!અજિત પવાર માટે આ શું બોલી ગયા શરદ પવાર જૂથના નેતા!


મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી પહેલા દરેક પક્ષો વચ્ચે આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. દરેક પક્ષ પોતે કેવી રીતે મહાન છે એ દર્શાવવા મચી પડ્યોછે. દરમિયાન એનસીપી શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે એવું કંઇક કહ્યું છે કે બધાના ભવાં ખેંચાયા છે. જિતેન્દ્ર આવ્હાડે અજિત પવાર પર શાબ્દિક પ્રહારો કરતા તેમને પોકેટમાર જ ગણાવ્યા છે. પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન છિનવી લેવા અંગે તેમણે તેમણે આ આક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે અજિત પવાર ખિસ્સાકાતરું છે. તેમણે ચાલતી ટ્રેનમાં ધક્કો મારીને ઘડિયાળની ચોરી કરી છે.

જિતેન્દ્ર આવ્હાડનો સંદર્ભ એ સમયનો હતો જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ સત્તામાં હતી. આ સમયે શિવસેના શિંદે જૂથ અને અનસીપીના અજિત પવાર જૂથે તેમના પક્ષના કેટલાક સભ્યો સાથે મળીને ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવી.


| Also Read: Ajit Pawar બારામતીમાં વિપક્ષ પર વરસ્યાઃ કોઈની પણ તાકાત નથી…


આ ઘટના બાદ શિવસેના -એનસીપી બે ભાગમાં વિભાજિત થઇ ગઇ. શિવસેનાના મોટા ભાગના વિધાન સભ્યો એકનાથ શિંદે સાથે હતા તેથી પક્ષનું નામ અને ચૂંટણી પ્રતિક તેમને મળ્યું. એનસીપીના વિધાન સભ્યો અજિત પવાર સાથે હતા, તેથી પક્ષનું નામ અને ચૂંટણી પ્રતિક (ઘડિયાળ) અજિત પવારને મળ્યું. આ કારણે જિતેન્દ્ર આવ્હાડે અજિત પવાર પર ચાલતી ગાડીએ ઘડિયાળ ચોરવાનો આરોપ લગાવ્યો છે અને તેમને પોકેટમાર સુદ્ધા કહ્યા છે.

મુબ્રા ખાતે શરદ પવાર જૂથના કાર્યકર્તાઓની બેઠકના કાર્યક્રમ દરમિયાન આવ્હાડે કહ્યું છે કે જેમને પાંચ વાર મુખ્ય પ્રધાન બનાવ્યા એ જ પરિવારના સભ્યે ગદ્દારી કરી. શરદ પવાર 85 વર્ષના વૃદ્ધ છે, કેન્સર જેવી બીમારીઓથી પીડિત છે.


| Also Read: બોપદેવ ઘાટમાં સામૂહિક બળાત્કાર પ્રકરણે ત્રણ હજાર મોબાઈલ નંબરની તપાસ


તેમણે અથાગ પ્રયત્નોથી પરિવારને અને પક્ષને એક કરીને જોડીને રાખ્યો હતો અને અજિત પવારને પાંચ વાર નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હતા, એ અજિત પવાર જૂથના લોકોએ શરદ પવારને ધક્કા મારીને બહાર કરી નાખ્યા. આ ઉમરે પણ શરદ પવાર 40 વર્ષના યુવાનની જેવું કામ કરે છે. આવ્હાડે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ પણ અજિત પવાર સાથે મળેલું છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button