દુનિયાના દરેક દેશનું અલગ અલગ ચલણ હોય છે અને એ પ્રમાણે જે તે દેશમાં પોતાની કરન્સી ચાલે છે
દરેક દેશની કરન્સી એકબીજા કરતાં ઓછા વધુ મૂલ્યની હોય છે
દાખલા તરીકે જેમ ડોલર, પાઉન્ડ સામે ભારતીય રૂપિયો નબળો છે તો પડોશી દેશ પાકિસ્તાન કરતાં ભારતનું ચલણ મજબૂત છે
આજે અમે અહીં તમને દુનિયાના પાંચ એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ભારતીય રૂપિયાનો દબદબો છે
ચાલો જોઈએ કયા છે આ દેશ-
સૌથી પહેલાં આવે છે કંબોડિયા. કંબોડિયામાં ભારતના 100 રૂપિયા 4850 કંબોડિયન રિયાલ બની જાય છે
આ યાદીમાં બીજો દેશ છે વિયેટનામ. અહીં ભારતના 100 રૂપિયાનું મૂલ્ય 29,477 વિયેટનામી ડોંગ જેટલું છે
અગાઉ કહ્યું એમ પાકિસ્તાનમાં ભારતીય 100 રૂપિયાનું મૂલ્ય 331 પાકિસ્તાની રૂપિયા જેટલું છે
ભારતીય 100 રૂપિયા ઈન્ડોનેશિયામાં 18648 ઈન્ડોનેશિયન રૂપિયા બની જાય છે
હંગેરીની વાત કરીએ તો અહીં ભારતના 100 રૂપિયા 435 હંગેરિયન ફોરિંટ બરાબર છે
તો રાહ, શેની જુઓ છો? બેગ પેક કરીને નીકળી પડો ફટાફટ આ તમામ દેશો ફરવા માટે ઓછા બજેટમાં ફોરેન ટૂરની મજા માણો ભાઈસાબ...