વધુ એક AAP સાંસદને ત્યાં EDના દરોડા, મનીષ સિસોદિયાએ કહ્યું તોતા-મેના ફરીથી છૂટા મુક્યા
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ જેવા દિગ્ગજ નેતાઓ સહીત આમ આદમી પાર્ટી (AAP)ના ઘણા નેતાઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. એવામાં EDએ લુધિયાણા અને ગુરુગ્રામમાં AAPના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરા(Sanjeev Arora)ના સ્થળો પર દરોડા પાડ્યા છે. સંજીવ અરોરાનો પોતાનો બિઝનેસ છે.
આરોપ છે કે સંજીવ અરોરાએ છેતરપિંડી કરીને જમીન ફાળવી હતી. આ કેસના સંદર્ભમાં આ દરોડો પાડવામાં આવી રહ્યા છે. આ દરોડા બાદ આમ આદમી પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે આજે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘તોતા-મૈના’ને ખુલા છોડી દીધા છે. તેમણે કહ્યું કે અમે આવા કોઈપણ હુમલાથી ડરવાના નથી.
મનીષ સિસોદિયાએ કહ્યું કે વડા પ્રધાન મોદીની એજન્સીઓ એક પછી એક નકલી કેસ બનાવવામાં સંપૂર્ણ સમર્પણ સાથે લાગેલી છે. આ લોકો આમ આદમી પાર્ટીને તોડવા માટે કોઈપણ હદ સુધી જશે, પરંતુ તેઓ ગમે તેટલી કોશિશ કરે, આમ આદમી પાર્ટીના લોકો ન તો અટકશે, ન વેચાશે, ન ડરશે.
AAP સાંસદ સંજય સિંહે પણ આ દરોડા બાબતે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે EDના લોકો AAP સાંસદ સંજીવ અરોરાના ઘરે પહોંચ્યા છે, મોદીજીના નકલી કેસ બનાવવાનું મશીન 24 કલાક આમ આદમી પાર્ટીની પાછળ છે.
તેમણે કહ્યું કે ખોટા કેસ દાખલ કરવાનું બંધ કરવા માટે SCએ તેમને ઘણી વખત ફટકાર પણ લગાવી, પરંતુ હજુ પણ ED સમજી શકી નથી. આ એજન્સીઓ કોર્ટના આદેશનું પાલન કરતી નથી, તેઓ ફક્ત તેમના માલિકોના આદેશનું પાલન કરે છે. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓની હિંમત સામે મોદીજીનો ઘમંડ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
Also Read –