આપણું ગુજરાતસુરેન્દ્રનગર

ઘુડખરનું સૌથી મોટું રહેઠાણ Surendranagar જિલ્લો: પાંચ વર્ષમાં વસ્તીમાં 26.14 ટકાનો વધારો

ગાંધીનગર: માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર ગુજરાત રાજ્યનું ગૌરવ છે. ભૂતકાળમાં ઘુડખર ઉત્તર-પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જોકે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે. ગુજરાતમાં ઘૂડખરના સંવર્ધન પ્રયાસોને કારણે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા થયેલી ઘુડખર વસ્તી ગણતરીમાં ઘુડખરની સંખ્યા 7,692 નોંધાઈ છે, જેમાં લગભગ 26.14 ટકાનો વધારો નોંધાયો છે.

સૌથી વધુ ઘૂડખર સુરેન્દ્રનગરમાં:
ઘુડખર ગણતરીની વિગતો આપતા વન મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, ઘુડખર મુખ્યત્વે રાજ્યના 6 જિલ્લાઓમાં જોવા મળે છે. 10મી ઘુડખર વસ્તી ગણતરી પ્રમાણે 2705 ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે 1993 ઘુડખર કચ્છ જિલ્લામાં, 1615 પાટણમાં, 710 બનાસકાંઠામાં, 642 મોરબીમાં તેમજ 7 ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. આ ઉપરાંત વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3,234 ઘુડખર ધાંગધ્રામાં, 2,325 રાધનપુર અને 2,123 ભચાઉ રીઝિયનમાં વસવાટ કરે છે.

વધુમાં, આ વન અને અભયારણ્ય વિસ્તારમાં 2,569 માદા ઘુડખર, 1,114 નર ઘુડખર, 584 બચ્ચા અને 2,206 વણ ઓણખાયેલ જ્યારે, રેવન્યુ વિસ્તારમાં 558 માદા ઘુડખર, 190 નર ઘુડખર, 168 બચ્ચા તેમજ 283 વણ ઓળખાયેલા ઘુડખર છે. આમ બે વિસ્તારના મળીને રાજ્યમાં કુલ 7672 ઘુડખર નોંધાયા છે.

અન્ય પ્રાણીઓની પણ કરવામાં આવી ગણતરી:
ઘુડખર વસ્તી ગણતરી અંદાજે WAPE-2024માં લગભગ 15, 510 ચો. કિ.મી. વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ મેથડથી કરવામાં આવી હતી. વર્ષ 2024માં ઘુડખરની સાથે સાથે અન્ય વન પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ 2734 નીલગાય, 915 જંગલી ભૂંડ, 222 ભારતીય સસલું, 214 ચિંકારા તેમજ 153 ભારતીય શિયાળ નોંધાયા છે.

આકરા તાપની સાથે અનુકૂલન:
ભારતીય ઘુડખર (Equus heminious khur)ની ખાસ વિશેષતાઓ એ છે કે, ગુજરાતના આ ઘુડખર રણમાં 45 થી 50 ડિગ્રી જેટલા આકરા તાપમાન વચ્ચે પણ જીવી શકે છે. રણમાં આવેલા ટાપુ પર ઊગતું ઘાસ જ આ ઘુડખરનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત બદામી રંગના ઘુડખર ખૂબ જ ભરાવદાર હોય છે અને રણમાં 50 થી 70 કિ.મીના પૂરપાટ વેગે દોડી શકે છે. સામાન્ય રીતે ટોળામાં વિચારતા ઘુડખરની પ્રકૃતિ શરમાળ હોવાથી માણસને જોતા જ આ પ્રાણીઓ નાસવા લાગે છે.

શિડ્યુલ 1માં છે આરક્ષિત:
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર- 2008ની રીપોર્ટ મુજબ ઘુડખર બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોવાથી વન્યજીવ રક્ષણ અધિનિયમ 1972ના શીડ્યુલ- 1માં તેને આરક્ષિત કરવામાં આવ્યા છે. IUCNના થ્રેટંડ સ્પીસીસની યાદીમાં ઘુડખરને એન્ડેજર્ડ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. ઘુડખર વસ્તી ગણતરી અંદાજ મુજબ વર્ષ ૧૯૭૬માં ૭૨૦ ઘુડખર, વર્ષ ૧૯૮૩માં ૧,૯૮૯, વર્ષ ૧૯૯૦માં ૨,૦૭૨, વર્ષ ૧૯૯૯માં ૨,૮૩૯, વર્ષ ૨૦૧૪માં ૪,૪૫૧, વર્ષ ૨૦૨૦માં ૬,૦૮૨ ઘુડખર નોંધાયા હતા. જે વર્ષ ૨૦૨૪માં વધીને ૭,૬૭૨ જેટલા ઘુડખર નોંધાયા છે.

Also Read

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker