ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને પત્ની હેઝલ કીચે માયાનગરી મુંબઇમાં તેમનું નવું ઘર ખરીદ્યું છે. યુવરાજ સિંહનો આ લક્ઝરી ફ્લેટ એ જ બિલ્ડિંગમાં આવેલો છે જેમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા પણ ફ્લેટ ધરાવે છે. યુવરાજ સિંહનો ફ્લેટ વિરાટના ઘર કરતા બમણો છે. વિરાટ કોહલીના ફ્લેટની કિંમત 34 કરોડ રૂપિયા છે. કોહલી આ બિલ્ડિંગના 35મા માળે રહે છે. યુવરાજ અને હેઝલનો ફ્લેટ 29મા માળે આવેલો છે. યુવરાજના આ નવા ફ્લેટની કિંમત 64 કરોડ રૂપિયા છે. યુવીના આ ફ્લેટમાં ઘણી સુવિધાઓ છે અને તે 16 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે.
લક્ઝરિયસ લાઇફ સ્ટાઇલના શોખીન યુવી અને હેઝલે ઘરનું ઇન્ટિરિયર અદભૂત કર્યું છે. તેમણે નવા ફ્લેટના લિવિંગ રૂમને મોંઘા પેઇન્ટિંગથી સજાવ્યો છે. તેમના ઘરની બાલ્કનીમાંથી તમે મુંબઇ શહેરનો નઝારો જોઇ શકો છો અને એવી ઠંડી હવા પણ માણી શકો છો, જે તમારા દિલ દિમાગ બંનેને તાજા કરી દે.
યુવી અને હેઝલને ગેમ્સનો ઘણો શોખ છે અને તેમના બિલ્ડિંગમાં અલગથી ગેમ ઝોન છે અને સ્વિમિંગ પૂલ જેવી લક્ઝરી સુવિધાઓ આપવામાં આવી છે.
યુવરાજ અને હેઝલના નવા ફ્લેટનો બેડરૂમ પણ સુંદર રીતે સજાવેલો છે. બેડરૂમની દીવાલોને વાઇટરંગથી રંગવામાં આવી છે અને ચમકદાર માર્બલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રોપર્ટીની વાત કરીએ તો યુવરાજ સિંહ અગણિત પ્રોપર્ટીનો માલિક છે. માત્ર મુંબઈ જ નહીં પરંતુ યુવરાજ સિંહ પાસે ઘણી જગ્યાએ આલીશાન ઘર છે. તેણે પ્રોપર્ટીમાં ઘણું રોકાણ કર્યું છે. યુવરાજ સિંહ પાસે માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ અન્ય કેટલીક જગ્યાએ પણ આલીશાન ઘરો છે. યુવરાજ સિંહની ગુરુગ્રામમાં પ્રોપર્ટી છે. યુવરાજ સિંહનું ઘર અહીં ડીએલએફ સિટીમાં છે.
આ ઉપરાંત તેની પાસે છતરપુરમાં ફાઈવ BHK પેન્ટહાઉસ પણ છે. આ સિવાય પંચકુલામાં યુવરાજનો બંગલો પણ છે. યુવીના લગ્ન સમયે આ જ બંગલામાં ડોલી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે, યુવી પાસે આટલી બધી પ્રોપર્ટી હોવાથી તે તેના નવા ફ્લેટમાં રહેવા માટે આવશે કે માત્ર રોકાણ માટે જ તેણે આ પ્રોપર્ટી ખરીદી છે એ જાણવા મળ્યું નથી.
Also Read –