આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Vadodara સગીરા દુષ્કર્મ કેસમાં પોલીસને મળી સફળતા: પાંચ આરોપી ઝડપ્યા

Police arrested five accused in Vadodara minor rape case

વડોદરા: વડોદરા શહેરના ભાયલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસમાં 48 કલાકથી પોલીસ પકડથી દૂર ભાગી રહેલા આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. સામૂહિક દુષ્કર્મના આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સામૂહિક દુષ્કર્મ કરનાર પાંચ આરોપીને ઝડપી લીધા છે. નવરાત્રીના પર્વમાં બનેલા ચોકાવનારા બનાવમાં વડોદરા શહેર પોલીસે ત્રણ મુખ્ય આરોપી સહિત પાંચને દબોચી લીધા છે. આરોપીઓની પૂછપરછ બાદ વધુ ખુલાસા થઈ શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ભાયલી ગામ અને ભાયલી ફાટકની વચ્ચેના અવાવરૂ વિસ્તારમાં નવરાત્રીના પર્વ દરમિયાન શુક્રવારની રાત્રે 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. સામુહિક દુષ્કર્મ કેસમાં 48 કલાકથી પોલીસ પકડથી દૂર ભાગી રહેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ​ઝડપાયેલા પાંચ આરોપીઓ ત્રણ આરોપી પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપીઓને હાલ વડોદરા ક્રાઈમ બ્રાંચની ઓફિસે લઇ જવામાં આવ્યા છે.

વડોદરાના ભાયલીમાં ગેંગ રેપ કેસમાં પોલીસનો મોટો કાફલો તપાસમાં જોડાયો હતો. આઇજી, એસપી, ત્રણ ડીવાયએસપી , પાંચ પીઆઈ, 15 પીએસઆઈ સહિત 200ની ટીમ તપાસમાં લાગી હતી. ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના એક હજાર ઘરોમાં પોલીસે તપાસ કરી હતી.

બે બાઇક પર ધસી આવેલા પાંચ શખ્સો
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરના રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં. ત્યારે બે બાઇક પર ધસી આવેલા પાંચ શખ્સોએ સગીરાના મિત્રને ગોંધી રાખીને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. પોલીસ અને એફએસએલની ટીમને સ્થળેથી પીડિતાના ઘરેણાંની ઘૂઘરી, ચશ્મા સહિત આરોપીના ગેઝેટ પણ આવ્યા હતા.

Also Read –

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker