નેશનલ

નશામાં ધૂત કારચાલકે નવરાત્રી પંડાલમાં ઘૂસાડી કાર: એક ગાયનું મોત-અનેક ઘાયલ

જયપુર: હાલ દેશમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને દેશભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજસ્થાનમાં નવરાત્રીના પર્વે ડાલોમાં દેવી માતાને અલગ-અલગ રૂપમાં શણગારવામાં આવ્યા હતા. દેવીઓની આ ઝાંખીઓ જોવા માટે બારન જિલ્લાના ખેડલીગંજ ચાર રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારે નશામાં ધૂત ડ્રાઈવરે તેની કાર નવરાત્રિના પંડાલમાં ઘસાડી દીધી હતી, આ દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4ને ગંભીર હાલતમાં બારા ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

કોન્સ્ટેબલ મનોજ ગુર્જરે જણાવ્યું કે કાર ચાલક હાની હેડાનો રહેવાસી છે, જે રાત્રે લગભગ 10 વાગે બસ સ્ટેન્ડ તરફથી દારૂના નશામાં પુરઝડપે કાર લઈને આવી રહ્યો હતો. આ સમયે ખેડલીગંજ ચાર રસ્તા પર માતાની ઝાંખીમાં અનેક લોકો આરતીમાં ઉપસ્થિત હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી કાર લોકો અને ગાયોને અડફેટે લેતી પોલ સાથે અથડાઈ હતી, પરિણામે ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેના કારણે પંડાલમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘાયલોને નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 4 યુવકોને ગંભીર ઈજાઓ થતાં એક યુવકને બારન અને કોટા ખસેડવામાં આવ્યા છે. લોકોના ટોળાએ કાર ચાલકને માર માર્યો હતો. પોલીસે કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રત્યક્ષદર્શી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે સ્વિફ્ટ કારના ચાલકે કારને 100 થી 120ની ઝડપે ભગાડી અને નવરાત્રિ પંડાલમાં ઘુસાડી દીધી. ગાયને અડફેટે લઈને કાર ભીડમાં ઘુસી ગઈ હતી. કારની સ્પીડ ઓછી થયા બાદ પણ એક ડઝન જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. જો સ્પીડ વધુ હોત તો અનેક શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હોત.

Also Read –

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker