IPL 2025: ભારતની બહાર યોજાશે મેગા ઓક્શન, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરુ થવાની દુનિયાભરના ક્રિકેટ ચાહકો રાહ જોતા હોય છે. IPL 2025 માટે મેગા ઓક્શન યોજવાનું છે, જે બાબતે એક મોટું અપડેટ મળ્યું છે. આ વખતે આ મેગા ઓક્શન ફરી દેશની બહાર યોજાય તેવી પૂરી શક્યતા છે, જેના માટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ પણ તૈયારીઓ કરી લીધી છે.
એક અહેવાલ મુજબ, આગામી સિઝન માટે મેગા ઓક્શન નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરના શરૂઆતના અઠવાડિયામાં યોજાઈ શકે છે.
જોકે BCCI હજુ સુધી મેગા ઓક્શન માટે સ્થળ નક્કી કર્યું નથી. હરાજી UAEના શહેરમાં યોજાઈ શકે છે. અહેવાલો અનુસાર, રિયાધ અથવા જેદ્દાહમાં પણ ઓક્શનનું આયોજન થઇ શકે છે. અહેવાલ મુજબ અધિકારીઓની દુબઈમાં ઓક્શનનું આયોજન કરવા ઈચ્છાતા નથી.
સાઉદી અરેબિયામાં કિંમત દુબઈ કરતાં ઘણી વધારે છે, જ્યાં અગાઉ ડિસેમ્બર 2023 ઓક્શન યોજાયું હતું. શરૂઆતમાં લંડનને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ બીસીસીઆઈએ વર્ષના આ સમયે ઠંડા વાતાવરણને કારણે યુકેમાં હરાજી ન યોજવાનો નિર્ણય લીધો હતો.