મુંબઈ: આજે શેર બજાર નજીવા વધારા સાથે ખ્યુલ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 આજે 69.50 પોઈન્ટના વધારા સાથે 25,084.10 પર ખુલ્યો હતો, જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 238.83 પોઈન્ટના વધારા સાથે 81,927.29 પર ખુલ્યો હતો.
મોટાભાગના ઇન્ડેક્સ મિશ્ર રેન્જમાં ખુલ્યા હતા. આ સિવાય બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 81.15 પોઈન્ટના વધારા સાથે 51,543.20 પર ખુલ્યો હતો. NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પર, HCL ટેક, ITC, ટ્રેન્ટ, વિપ્રો અને હીરો મોટોકોર્પ ટોપ ગેઇનર્સ તરીકે ઉભરી આવ્યા હતા, જ્યારે ટાઇટન કંપની, હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ONGC અને મારુતિ સુઝુકી ઇન્ડિયા ટોપ લુઝર તરીકે ટ્રેડિંગ કરી રહ્યા હતાં. સેક્ટર મુજબ, કેપિટલ ગુડ્સ, પાવર, મેટલ, ટેલિકોમ, મીડિયામાં દરેકમાં 1% નો ઘટાડો નોંધાયો છે.
| Also Read: Stock Market : શેરબજારમાં અઠવાડિયામાં રોકાણકારોએ અધધધ 16. 26 લાખ કરોડ ગુમાવ્યા: Market Update: શેરબજારની વધારા સાથે શરૂઆત, નિફ્ટી 25,000ને પાર, આ શેરોમાં તેજીક્રૂડ ઓઈલ:
સોમવારે સવારે WTI ક્રૂડના ભાવ 0.36% ઘટીને $74.11 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.47% ઘટીને $77.66 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
એશિયા-પેસિફિક બજારોમાં તેજી:
એશિયા-પેસિફિક બજારોએ સોમવારે સૌથી વધુ વધારો દર્શાવ્યો હતો. જાપાનના નિક્કી 225માં વધારો જોવા મળ્યો છે. રોકાણકારો સેક્ટરમાં સેન્ટ્રલ બેન્કના નિર્ણયો પર નજર રાખી રહ્યા છે, જે લગભગ 2% વધ્યો છે.