નેશનલ

ચેન્નાઈમાં એર શો જોવા ગયેલા 5 લોકોના મોત, હીટસ્ટ્રોકથી 200થી વધુ બેભાન

ચેન્નઈ: ભારતીય વાયુસેનાના 92માં સ્થાપના દિવસના એક દિવસ પહેલા રવિવારે ચેન્નાઈમાં એર શો (Chennai Air show)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોવા માટે મરિના બીચ પર હજારો લોકો એકઠા થયા હતા. ભારે ભીડ અને ગરમીના કારણે 5 લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો બેભાન થઈ ગયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન AIADMK નેતા કોવઈ સાથ્યાને તમિલનાડુની સ્ટાલિન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ આરોગ્ય પ્રધાન મા સુબ્રમણ્યમના રાજીનામાની માંગ કરી અને આ ઘટનાને ડીએમકે સરકારની ગેરવહીવટ ગણાવી હતી.

સાથ્યાને કહ્યું કે જ્યારે તમારે ત્યાં અયોગ્ય મુખ્ય પ્રધાન હોય, ત્યારે તેમનું મંત્રીમંડળ પણ અયોગ્ય જ હશે. તમે એમનાથી સારા પરિણામોની અપેક્ષા રાખી ન શકો. એમકે સ્ટાલિન અને તેમનો પરિવાર એર-કંડિશનરમાં બેસીને એર શોની મજા માણી રહ્યો હતો, જ્યારે લોકોએ એર શો જોવા માટે 5-10 કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રાફિક અધિકારીઓના નબળા સંકલનના કારણે લાખો લોકો ચેન્નાઈમાં અટવાઈ ગયા. શહેરના અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ નોંધાઈ હતી, કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. મરિના બીચ પર એકઠી થયેલી વિશાળ ભીડને કાર્યક્રમ પછી વિખેરવા માટે પોલીસને મેહનત કરવી પડી હતી.

| Also Read: Chennai માં વાયુસેનાના એર-શો બાદ ભારે અરાજકતા, ત્રણ લોકોના મોત, 250 થી વધુ હોસ્પિટલમાં દાખલ: ચેન્નાઈમાં એર શો જોવા ગયેલા 5 લોકોના મોત, હીટસ્ટ્રોકથી 200થી વધુ બેભાન

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ એર શોને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાવવા માટે અહીં 16 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી. આ શો સવારે 11 વાગ્યે શરૂ થયો હતો અને બે કલાક સુધી ચાલ્યો હતો. જોકે, 8 વાગ્યાથી જ મરિના બીચ પર લોકો ભેગા થવા લાગ્યા હતા. પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ ગરમીના કારણે અનેક વૃદ્ધો બેહોશ થઈ ગયા હતા. અહેવાલ મુજબ, નજીકમાં રહેલા પાણીના વિક્રેતાઓને હટાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે હાજર લોકોને પીવાનું પાણી મળી શક્યું ન હતું. શો પૂરો થતાંની સાથે જ, એક વિશાળ ભીડે કામરાઝર સલાઈ તરફ જવાનો પ્રયાસ કર્યો, ટ્રાફિકને સંપૂર્ણપણે રોકી કરી દીધો.

| Also Read: Save Ladakh: દિલ્હીમાં મંજૂરી નહીં મળતા લદ્દાખ ભવનમાં હડતાળ પર બેઠા સોનમ વાંગચુક: ચેન્નાઈમાં એર શો જોવા ગયેલા 5 લોકોના મોત, હીટસ્ટ્રોકથી 200થી વધુ બેભાન

કે, બીચ નજીક રહેતા લોકો મદદ માટે આગળ આવ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોને પીવાનું પાણી પૂરું પાડ્યું હતું. દરમિયાન, મેટ્રો સ્ટેશનો પર ભીડ નોંધપાત્ર રીતે વધી ગઈ કારણ કે લોકોએ ઘરે પાછા ફરવાના વૈકલ્પિક રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું. આ ઘટના બાદ આયોજન અને તૈયારીના અભાવે લોકોમાં રોષ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button